Get The App

MLA પુત્ર ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર, જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
MLA પુત્ર ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર, જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં 1 - image


Ganesh Gondal : જૂનાગઢના યુવાનનું અપહરણ કરી જઈ હથિયાર બતાવી ખૂની હુમલાના કેસમાં ગણેશ ગોંડલના હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાઇકોર્ટે ગણેશ ગોંડલને જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતાં શરતી જામીન મંજૂરી દીધા છે. ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી હતી. 

ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે વરણી

જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જેલમાંથી બેન્કની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજીવાર રિપીટ થયા છે. તો બીજી તરફ એમ.ડી. તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે. 

આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઇ હતી, જેમાં ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે અશોક પીપળીયા, વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

શું સમગ્ર મામલો

ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગત તા. 29 મેના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો. આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 5 જૂનના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઇકોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસને જેલમાં જઈ પૂછપરછ કરવા મંજૂરી આપી હતી. ગણેશ જાડેજા સહિતનાઓના જામીન ના મંજૂર થયા હતા. 


Google NewsGoogle News