હર્ષ સંઘવી સાહેબ, તમારી પોલીસ સુરત પાસીંગના ગાડી ચાલકોને ખોટી રીતે કરે છે હેરાન : કુમાર કાનાણી
Kumar Kanani Wrote a letter to harsh sanghvi : ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે અને ગુનેગારો ગુનો કરવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે તેમ છતાં ગૃહમંત્રી પોલીસના વખાણ કરતા થાકતા નથી ત્યારે હવે સુરતના ધારાસભ્ય (Surat MLA)એ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખ્યો છે કે વાંસદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ (harassing) કરવામાં આવી રહી છે.
પોલીસ ગુનેગાર હોય તેવું વર્તન કરે છે : કુમાર કાનાણી
સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી (kumar kanani)એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh-sanghvi)ને પત્ર લખીને કહ્યું હતું કે શહેરના વાસંદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમણે સ્થાનિકો વતી રજૂઆત કરી કે પોલીસના ચેકિંગના કારણે વાહનચાલકોને મુશ્કેલી ઉભી થઈ રહી છે. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે મને મળેલ રજુઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જીલ્લાની પોલીસ 15-20 ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોકયુમેન્ટની માંગણી કરવામાં આવે છે. કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ બજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે. તો આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે.