Get The App

ભાજપના ધારાસભ્યોમાં વધતી નારાજગીઃ કાનાણી બાદ હવે આ ધારાસભ્યની CMને ફરિયાદ, કહ્યું- 'પોલીસના કારણે...'

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
MLA Dr Darshana Deshmukh


Nandod Legislative Assembly MLA : થોડા દિવસ પહેલાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા GMERS અને MBBS ની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને મુખ્મંત્રીને પત્ર લખીને ફીમાં ઘટાડો કરવાની માંગ હતી. તેવામાં ભાજપના વધુ એક ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમના વિસ્તારમાં મજૂરોને પોલીસ પકડીને હજારો રૂપિયાનો દંડ કરવા, કરજણ રિચાર્જ હાઈકેનાલ પ્રોજેક્ટના લીધે 11 ગામડાંના ખેડૂતોને છેલ્લા 10 વર્ષથી વળતર નથી મળ્યું, કેવડીયામાં તોડી નાખેલી સરકારી શાળાની જગ્યાએ કોલેજ બનાવવાની માંગ સહિતના 14 જેટલાં મુદ્દાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. 

કેવડીયામાં તોડી નાખેલી સરકારી શાળાની જગ્યાએ કોલેજ બનાવવાની માંગ

નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ દ્વારા તેમના મતવિસ્તારના અનેક પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને યોગ્ય કામગીરી કરવામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યએ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવતા મજૂરવર્ગને ધ્યાનમાં રાખીને તેમના પ્રશ્નોને વાચા આપી હતી. જેમાં પોલીસ દ્વારા મજૂરોને પકડીને હજારો રૂપિયાના કરવામાં આવતાં દંડ સામે પોલીસ વિભાગની ટિકા કરી હતી. આ સાથે નર્મદા નદીમાં બોટિંગ કરતાં અનેક પરિવારોને બોટિંગનું લાયસન્સ આપવામાં ન આવતા હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જેમાં બોટિંગ કરતાં પરિવારોને છેલ્લા છ મહિનાથી ઘરે ખાલી બેસવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, કેવડીયામાં તોડી નાખવામાં આવેલી સરકારી શાળાની જગ્યાએ કોલેજ બનાવવા સહિતની માંગોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. 

કરજણ રિચાર્જ હાઈકેનાલ પ્રોજેક્ટના લીધે 11 ગામડાંના ખેડૂતો 10 વર્ષથી વળતરથી વંચિત

દેશમુખે જણાવ્યું હતું કે, 'કરજણ રિચાર્જ હાઈકેનાલ પ્રોજેક્ટ અંતર્ગત આવતા 11 ગામડાંના ખેડૂતોને છેલ્લા 10 વર્ષથી વળતર પૂરું પાડવામાં આવ્યું નથી. આ સાથે કેવડિયના પડતર જમીન પ્રશ્નમાં 955 એકર જમીનમાંથી 755 એકર જમીનનું સંપાદન થયું હતું. તેવામાં ગરૂડેશ્વર ડેમનું નિર્માણ કરવાથી 200 એકરથી વધુ જમીનના નુકસાન સામે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી.' આમ તેમના મતવિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય કામગીરી કરવા અપીલ કરી હતી.

શું છે 14 મુદ્દાઓ

- નાંદોદ વિસ્તારનો મજૂરોને પોલીસ પકડીને હજારો રૂપિયાનો દંડ કરવામાં આવે છે.

- નર્મદા નદીમાં બોટિંગ કરતા પરિવારના સભ્યોને રોજગારી આપવામાં નથી આવતી.

- સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય પ્રશ્નો પર કામગીરી હાથ ધરીને સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે.

- નર્મદાની મુખ્ય કેનાલની જમણી બાજું વિસ્તારોના 28 જેટલાં ગામડાંઓને સિંચાઈનો લાભ આપવામાં આવે.

- કેવડીયામાં તોડી નાખવામાં આવેલી સરકારી શાળાની જગ્યાએ કોલેજનું નિર્માણ કરવામાં આવે.

- છેલ્લા 20 વર્ષથી કરજણ ડેમના 16 કિ.મી. વિસ્તારમાં આવેલા 11 ગામડાઓ સિંચાઈને સિંચાઈનો લાભ મળતો નથી.

- 10 વર્ષથી કરજણ રિચાર્જ પ્રોજેક્ટનો લાભ ખેડતોને મળતો નથી.

- એકતાનગર વિસ્તારમાં પિંક ઓટો રિક્ષા બંધ થવાથી 30 જેટલાં મહિલા રિક્ષાચાલક રોજગારીથી વંચિત છે.

- જંગલ સફારીમાં ડ્રાઈવરોન કંપની સાથે ચાલી રહેલા વિવાદનો નિકાલ કરવામાં આવે.

- SOU ના સત્તામંડળમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને જોડવા.

- SOU બહારના રાજ્યોના લોકોને રોજગારી અપાતા સ્થાનિકો બેરોજગાર બન્યાં છે.

- SOU ઓથોરિટી દ્વારા ચોક્કસ નીતિ બનાવવામાં આવે.

- SOU ના વિસ્તારોમાં 2019 ની જોગવાઈને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવે.

ભાજપના ધારાસભ્યોમાં વધતી નારાજગીઃ કાનાણી બાદ હવે આ ધારાસભ્યની CMને ફરિયાદ, કહ્યું- 'પોલીસના કારણે...' 2 - image


Google NewsGoogle News