ગોધરામાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે સફાઈ કર્મચારીઓને સફાઈ માટે લઈ જવાયા, સરકારી વાહનોનો બેફામ દુરૂપયોગ
Godhra News: રાજ્યમાં સરકારી વાહનોનો બેફામ દુરુપયોગ ઉપયોગ થતો હોવાનું સામે આવતું રહે છે. ત્યારે હવે પંચમહાલના ગોધરા ખાતે હાલોલ નગરપાલિકાની સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. દર્દીઓની સારવાર અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટેની એમ્બ્યુલન્સનો ઉપયોગ કામદારોને લાવવા અને લઈ જવા માટે થતો હોવાનું સામે આવતા સવાલો ઊભા થયા છે.
ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રસ્તાની સફાઇ માટે કામદારોને એમ્બ્યુલન્સમાં લવાયા હતા. સામાન્ય રીતે દર્દીઓને લાવવા લઈ જાવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે. તેવામાં ગોધરામાં એમ્બ્યુલન્સ દ્વારા સફાઇ કર્મચારીઓને લાવવામાં આવતા મામલો ગરમાયો હતો.