Get The App

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભાર્થીઓને આપેલા ચેકમાં છબરડા!, કઈ રકમ સાચી માનવી?

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભાર્થીઓને આપેલા ચેકમાં છબરડા!, કઈ રકમ સાચી માનવી? 1 - image


Harsh Sanghavi In Bhuj: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બુધવારે (નવમી ઑક્ટોબર) ભુજમાં વિવિધ કામોનું લોકાર્પણ કરવા માટે ગયા હતા. આ ઉપરાંત તેમણે લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજનાના ચેકનું વિતરણ કર્યું હતું. પરંતુ લાભાર્થીઓને આપવામાં આવેલા પ્રતિકાત્મક ચેકમાં છબરડા સામે આવ્યા હતા. આ ચેકમાં શબ્દોમાં લખેલી રકમ અને આંકડામાં લખેલી રકમમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભાર્થીઓને આપેલા ચેકમાં છબરડા!, કઈ રકમ સાચી માનવી? 2 - image

સહાયની ચેકની રકમમાં વિરોધાભાસ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લાભાર્થીઓને આપવામાં આવેલા પ્રતિકાત્મક એક ચેકમાં આંકડો 10,000 લખાયો હતો, પરંતુ એજ ચેકમાં શબ્દોમાં તે રકમ વીસ હજાર લખાયેલી હતી. એ જ રીતે અન્ય એક ચેકમાં આંકડામાં 50,000 રકમ લખી હતી, જ્યારે શબ્દોમાં વીસ હજાર લખેલા જોવા મળ્યા. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભાર્થીઓને આપેલા ચેકમાં છબરડા!, કઈ રકમ સાચી માનવી? 3 - image

હર્ષ સંઘવીની પોસ્ટના સ્ક્રિન શોટ થયા વાયરલ

ચેક વિતરણની તસવીરો હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. પરંતુ બાદમાં એ ક્ષતિઓ તેમના ધ્યાન પર આવતાં કદાચ હર્ષ સંઘવીએ તે પોસ્ટ ડિલીટ કરી હોઈ શકે છે. જોકે, હર્ષ સંઘવીની આ પોસ્ટના સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યા છે અને આ ભૂલ આખરે કોની કહેવાય તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભાર્થીઓને આપેલા ચેકમાં છબરડા!, કઈ રકમ સાચી માનવી? 4 - image


Google NewsGoogle News