રતનપરમાં દોઢ મહિના પહેલા ગુમ થયેલી સગીરા મુંબઇથી મળી
દીકરી મળતા માત-પિતા ચોધાર આંસુએ રડી પડયાં
માનસિક દિવ્યાંગ સગીરા પાસે મોઇબલ ન હોવાથી ટ્રેસ કરવી પોલીસ માટે પડકાર બની હતી
જોરાવરનગર પોલીસ મથકે ગત તા.૧૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રતનપરમાં રહેતા કમલેશભાઈ પાનેતરભાઈ શાહે પોતાની ૧૪ વર્ષની સગીર દિકરી જે માનસિક રીતે બીમાર હોય તેને અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈ જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરા પાસે મોબાઇલ ન હોય તેને ટ્રેસ કરવી પડકારજનક હતી. દરમિયાન ટ્રેન મારફતે અલગ-અલગ રાજ્યમાં મુસાફરી કરતી હોય અને અમુક સમયે પોતાના મિત્રોને ફોન કરતી હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન ગુમ થનાર સગીરા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્ર્મિનસ (મહારાષ્ટ્ર) ખાતેથી ગુમ થનાર સગીરા રેલવે પોલીસ કર્મચારીને મળી હતી અને તેને મુંબઈના ડોંગરી બાળગૃહમાં રાખવામાં આવી છે તેવી માહિતી મળી હતી.
જોરાવરનગર પોલીસે રેલવે પોલીસનો સંપર્ક કરી મહિલા પોલીસને સાથે સગીરાનો કબજો લઈ સુરક્ષિત વતન પરત લાવી માતા-પિતાને સોંપવામાં આવી હતી.