વડોદરાના છાણી રોડ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ, પીડિતાની માતાએ યુવકને પકડતા પિતા છોડાવી ગયા
Vadodara Rape Case : વડોદરાના છાણી રોડ વિસ્તારમાં સગીર વયની એક કન્યા ઉપર દુષ્કર્મ ગુજારનાર યુવકને તેના પિતા છોડાવી જતા ફતેગંજ પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે.
સગીરવયની પીડિતાનો બીજો કરી પજવણી કરનાર યુવકે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને બે દિવસ પહેલા તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતા પીડિતાની માતાએ યુવકને ઝડપી પાડ્યો હતો.
આ વખતે યુવકના પિતા આવી ગયા હતા અને પુત્રને પોલીસને સોંપે તે પહેલા છોડાવી ગયા હતા. જેથી પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આશિષ પરમાર અને તેના પિતા કિરીટભાઈ સામે ગુનો દાખલ કર્યો છે.