Get The App

મંત્રીઓને ડમ્પરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી પડી, 10-10 ફૂટ પાણી ભરાયા હોવાની કબૂલાત

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
મંત્રીઓને ડમ્પરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી પડી, 10-10 ફૂટ પાણી ભરાયા હોવાની કબૂલાત 1 - image


પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાત લેવા માટે આવેલા રાજ્ય સરકારના બે મંત્રીઓને કોર્પોરેશનના ડમ્પરમાં બેસવાનો વારો આવ્યો હતો.

વડોદરાના કેટલાક વિસ્તારોમાં એ હદે પાણી ભરાયા છે કે, ઓછી ઉંચાઈવાળી ટ્રક કે બસમાં મંત્રીઓને બેસાડવાનુ જોખમ કોર્પોરેશનના તંત્રે લીધું નહોતું અને વધારે ઉંચુ હોય તેવુ ડમ્પર મંગાવવામાં આ વ્યું હતું. આ ડમ્પરમાં મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જગદીશ વિશ્વકર્માને સીડી મુકીને ચઢાવવામાં આવ્યા હતા. એ પછી તેમણે અકોટા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

મંત્રીઓએ વડોદરાના કલેકટર, મ્યુ.કમિશનર, ધારાસભ્યો સહિતના નેતાઓ અને વિવિધ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેવ ડેમ અને આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે અને આ બંને જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં દસ-દસ ફૂટ પાણી ભરાયા છે.રાજ્ય સરકારે બચાવ અને રાહતની કામગીરીને પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે આગળ કહ્યું હતુ કે, એનડીઆરએફ તથા એસડીઆરએફની વધારે ટુકડીઓની સાથે સાથે આર્મીની પણ ટુકડીઓની મદદ લેવામાં આવી રહી છે. જેથી બચાવ કામગીરી ઝડપથી થઈ શકે. અત્યાર સુધીમાં 6000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 1200 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક લાખથી વધારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.


Google NewsGoogle News