Get The App

ચિંતન શિબિરમાં સાદગીની માત્ર વાતો: ટ્રેનમાં સોમનાથ જવાનું નક્કી કરાયુ છતા મંત્રી-IAS પ્લેનમાં ઉપડ્યા

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
Somnath Chintan Shibir


Somnath Chintan Shibir: ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન કરવા રાજ્ય સરકારે સોમનાથ ખાતે ચિંતન શિબીર યોજી છે. મોટાઉપાડે એવુ નક્કી કરાયુ હતું કે, મંત્રીઓ તેમજ આઈએએસ અધિકારીઓ ટ્રેનમાં સોમનાથ જશે. પણ આખરે સાદાઇની વાતો કોરાણે મૂકી મંત્રી-આઇએએસ અધિકારીઓ પ્લેનમાં ઉપડ્યા હતા.

સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ

આજથી સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબીરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં રોજગારીની તકો વધે, ગ્રામ્ય સ્તરે આવક વધે, સરકારી યોજનામાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસનના વિકાસમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન સહિતના વિષયોને લઇને ચર્ચા વિચારણા થવા જઈ રહી છે.

ગુજરાતની જનતા અનેક પ્રશ્નોથી પિડાઈ રહી છે

ગુજરાતની જનતા મોંઘવારી, બેરોજગારી સહિત અનેક પ્રશ્નોથી પિડાઈ રહી છે ત્યારે હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના જીવ ખેલાતાં કરતૂતો, નકલી અધિકારી, સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર, કૌભાંડ, દારૂ-ડ્રગ્સના વકરતાં જતા દૂષણ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં સરકારને કોઈ રસ નથી. 

સરકારને પ્રશ્ન ઉકેલવામાં કોઇ રસ નથી

ગીર સોમનાથમાં ઈકો ઝોનના મામલે છેલ્લા કેટલાય દિવસોથી ગ્રામજનો જંગે ચડ્યા છે. હજુ સુધી સરકારે આ પ્રશ્ન ઉકેલવામાં કોઇ રસ દાખવ્યો નથી. હત્યા, બળાત્કાર સહિત ક્રાઈમ રેટ વધ્યો છે. ચારેકોર પ્રશ્નો એટલા વિકરાળ બન્યા છે કે, સરકાર પર ટીકાઓ વરસી છે.

અમદાવાદ એરપોર્ટથી કેશોદ પ્લેનમાં ઉપડ્યા હતા

શરૂઆતના તબક્કામાં મંત્રીઓ સચિવાલયમાં બેસી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ દાખવતા હતા. હવે તો મંત્રીઓ સચિવાલયમાં આવતા જ નથી. મુલાકાતીઓની પણ સંખ્યા એકદમ ઘટી ગઈ છે. આ સંજોગોમાં મોટાઉપાડે નક્કી કરાયુ હતું કે, મુખ્યમંત્રી, મંત્રીઓ ઉપરાંત આઈએએસ અધિકારીઓ ટ્રેનમાં સોમનાથ જશે પણ અંદરખાને આ વાતને લઈને ગણગણાટ થયો હતો.

આ પણ વાંચો: ભાજપના સસ્પેન્ડેડ નગરસેવકને છોડાવવાના ગુનામાં ચાર ઝડપાયા

રોડમાર્ગે મુસાફરી કરે તો ગુજરાત મોડેલની વાસ્તવિકતાની જાણ થાય

આખરે આજે મંત્રી- આઈએએસ અમદાવાદ એરપોર્ટથી કેશોદ પ્લેનમાં ઉપડ્યા હતા. કેશોદથી કારમાં બેસી સોમનાથ સુધી પહોંચ્યા હતા. જો કે, અન્ય અધિકારીઓ ટ્રેનમાં સોમનાથ પહોચ્યા હતા. સોમનાથમાં બેસીને ચિંતા કરનારા મંત્રી-અધિકારીઓ ગાંધીનગરથી સોમનાથ સુધી રોડમાર્ગે જાય તો તેમને ટ્રાફિકની સમસ્યાથી માંડીને રોડની હાલતની ખબર પડે. ગુજરાત મોડેલની વાસ્તવિકતાની જાણ થાય. ટૂંકમાં મોટાઉપાડે સાદગીની વાતો કરી પણ આખરે અમલ કર્યો નહી.

ચિંતન શિબિરમાં સાદગીની માત્ર વાતો: ટ્રેનમાં સોમનાથ જવાનું નક્કી કરાયુ છતા મંત્રી-IAS પ્લેનમાં ઉપડ્યા 2 - image



Google NewsGoogle News