ભાવનગરમાં લઘુતમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો : ઠંડીના પ્રમાણમાં વધારો
શનિવારના ૧૫.૫ ડિગ્રીની તુલનામાં રવિવારે ૧૫.૧ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું
મહત્તમ તાપમાન પણ ૨.૨ ડિગ્રી ઘટયું : સવારે ૮ કિમી પ્રતિ કલાક નોંધાયેલી પવનની ઝડપ સાંજે વધીને ૨૦ કિમી પ્રતિ કલાક થઈ
હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ગઈ તા.૧૦ને શનિવારે લઘુતમ ઉષ્ણતામાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૯.૨ ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ ૩૩ ટકા અને પવનની ઝડપ ૧૨ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. તેની સરખામણીમાં ગઈ કાલ તા.૧૧ના રોજ નિમ્નતમ ઉષ્ણતામાન ૧૫.૫ ડિગ્રી રહ્યું હતું. આમ, તાપમાનમાં ૦.૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી રહ્યું હતું. જે ૦.૨ ડિગ્રીનો વધારો સૂચવતું હતું. ગઈ કાલ તા.૧૧ના રોજ સવારે ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને સાંજે ૪૮ ટકા તો સવારે પવનની ઝડપ ૪ કિમી પ્રતિ કલાક અને સાંજે ૧૦ કિમી પ્રતિ કલાક રહી હતી. આ રીતે સવારની સરખામણીએ ભેજનું પ્રમાણ ઘટયું હતું પરંતુ પવનની ઝડપ વધી હતી. જ્યારે આજે સવારે નિમ્નતમ ઉષ્ણતામાનનો પારો ગગડીને ૧૫.૧ ડિગ્રી પર પહોંચી ગયો હતો. જે ગઈ કાલના તાપમાનની તુલનામાં ૦.૪ ડિગ્રીનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે આજે મહત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી હતું. જેમાં પણ ગઈકાલની સરખામણીએ ૨.૨ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આજે સવારે ભેજનું પ્રમાણ ૭૪ ટકા જ્યારે સાંજે ૪૬ ટકા તો પવનની ઝડપ સાંજે ૮ કિમી પ્રતિ કલાક અને સાંજે ૨૦ કિમી પ્રતિ કલાક રહી હતી.
આમ, ગઈ કાલની તુલનામાં આજે લઘુતમ તાપમાનમાં ૦.૪ ડિગ્રીનો અને મહત્તમ તાપમાનમાં ૨.૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રકારે ગઈકાલે સવારે પવનની જે ઝડપ હતી. તેની સરખામણીમાં આજે સવારે પવનની ઝડપ બમણી થઈ હતી તો ગઈકાલ સાંજની સરખામણીએ આજે સાંજે પવનની ઝડપમાં બમણો વધારો નોંધાયો હતો. જેના પરિણામે આજે ફરી ઠંડીની તીવ્રતાનો લોકોને અનુભવ થયો હતો.