પૂર્વ કચ્છમાં માત્ર 2 દિવસમાં જ ખનીજ ચોરી કરતાં વાહનો સહિત 2.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
લાકડીયા-ઓડીસર રોડમ મીઠીરોહર, અંજાર અને મુન્દ્રાના સિરાચા સુધી કરાઇ કાર્યવાહી
આ બાબતે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાી એન.એ. પટેલ અને તેમની ટીમ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં જુદા જુદા સ્થળે તપાસ દરમિયાન ૭ ડમ્પર જપ્ત કરવામા આવ્યા છે. ગત તા.૭-૧-૨૫ ના રોજ આડેસર દરમિયાન ચાઈનાકલે ખનીજના બિન-અધિકૃત વહન કરતા ૩ ડમ્પર જપ્ત કરવામા આવ્યા છે અને એક ડમ્પર બ્લેકટ્રેપ ખનીજના બિન-અધિકૃત વહન બદલ જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ મીઠીરોહર પાસેથી એક ડમ્પર મોરમ ખનીજ ના બિન- અધિકૃત વહન બદલ જમા કરવામા આવ્યો છે. ગત તા.૬-૧-૨૫ ના મુન્દ્રા તાલુકાના સીરાચા પાસેથી સાદી રેતીના બિન- અધિકૃત વહન બદલ ૧ ડમ્પર અને અંજાર તાલુકા માંથી એક ડમ્પર બિન-અધિકૃત ખનિજ વહનમા જપ્ત કરવામા આવ્યો છે. આમ ટીમ દ્વારા સતત ચેકિંગ હાથ ધરતા ૭ ડમ્પર જપ્ત કરી ૨.૫ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.