ઝાલાવાડમાંથી રૂ.10.26 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમોના દરોડા
લીંબડી, ચોટીલા, સાયલા અને મુળીમાંથી ૨૭ ડમ્પર, બે-બે હિટાચી મશીન, કાર અને બાઇક, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત ઃ ડમ્પર માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી
ચોટીલા તાલુકાના હાઈવે સહિત અલગ-અલગ વિસ્તારોમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતની ટીમોએ, લીંબડી પ્રાંત અધિકારી અને મામલતદાર તથા સાયલા મામલતદાર સહિત તેમની ટીમ દ્વારા ૧૯મી ફેબુ્રઆરીના રોજ લીંબડી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન સાંજના ૭-૦૦ વાગ્યાથી રાતના ૧૨-૦૦ વાગ્યા સુધીમાં ચોટીલાના રાજકોટ હાઈવે પર જાની વડલા ગામના પાટીયા પાસે, થાન રોડ, ઝરીયા મહાદેવ તરફ જવાનો રસ્તો, સાંગાણી પુલ, વણકીથી દેવસર, વાવડી વિસ્તારોમાં ગેરકાયદેસર તેમજ રોયલ્ટી પાસ પરમીટ વગરના ઓવરલોડ ખનીજ સંપત્તિનું વહન કરતા બે ટ્રક અને બે ડમ્પર તેમજ એક કાર અને સાદી રેતી, સીલીકા સેન્ડ, વેસ્ટર મીનરલ પાવડર મળી રૂા.૧,૦૦,૦૪,૮૩૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજે દિવસે સવારથી પણ ચોટીલા ડેપ્યુટી કલેકટર સહિતની ટીમે ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકિંગ હાથધર્યું હતું જેમાં હાઈવે પર આવેલ બળદેવ હોટલ પાસેથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરો સહિત અંદાજે રૂા.૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત મુળી તાલુકાના શેખપર ગામની ભોગાવો નદીમાંથી પણ ગેરકાયદેસર રેતીની ચોરી કરતા બે ડમ્પર, બે હિટાચી મશીન, બે બાઈક, ત્રણ મોબાઈલ સહિત અંદાજે રૂા.૧.૨૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
આમ ચોટીલા ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતની ટીમે ચોટીલા ઉપરાંત મુળી તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાંથી ૭-ડમ્પર, ૨-ટ્રક, ૨-હિટાચી મશીન, ૧-કાર, ૨-બાઈક, રેકી કરનાર વ્યક્તિનો મોબાઈલ સહિત કુલ રૂા.૩,૨૭,૧૩,૩૨૬ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી ચોટીલા ડેપ્યુટી કલેકટર સહિતની ટીમે મોટાપાયે ખનીજચોરી ઝડપી પાડતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
લીંબડી પ્રાંત અધિકારી અને મામલતદાર તથા સાયલા મામલતદાર સહિત તેમની ટીમ દ્વારા લીબડી હાઈવે પર આવેલી રામભરોસે હોટલ પાસે ખુલ્લી જગ્યામાં તા.૧૯ ફેબુ્રઆરીના રોજ મોડી સાંજે ઉભા રહીને ૧૪ ડમ્પર ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ૯ ચાલકો પાસે રોયલ્ટી પાસ હતો. પરંતુ તેમાં ઓવર લોડ ખનીજ ભરેલુ હતું અને અન્ય ૫ ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી ન હતી. જે કુલ મળીને ૧૯ ડમ્પરો (રૂ.૫,૮૨,૮૧,૬૫૦) સીઝ કરીને લીંબડી કલેકટર કચેરી ખાતે રાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સાયલા મામલતદારની ટીમ દ્વારા, સાયલા તાલુકામાંથી પસાર થતાં રાજકોટ હાઇવે પર, સાયલાથી બોટાદ રોડ તથા નવા જુના જશાપર રોડ તમેજ ગ્રામ્ય વિસ્તારમાં રેડ પાડતા રોયલટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવર લોડેડ તેમજ અનઅધિકૃત ખનીજનું વહન કરતા કુલ ૬ ટ્રક જે પૈકી ૨ બીન વારસી (કિં.રૂ.૧,૨૦,૦૦,૦૦૦) ઝડપી પાડયા હતા. આમ લીંબડી સબ ડિવિઝનમાં કુલ ૨૦ ડમ્પરો અનઅધિકૃત રીતે ખનન કરતા ઉક્ત તમામ ડમ્પર ચાલકો ઝડપી પાડયા હતા. તેના માલીકો વિરૂદ્ધ ગુનો નોંધીને વાહનોની કિમત તથા મુદામાલ મળીને કુલ રૂપિયા ૭,૦૨, ૮૧,૬૫૦નો મુદામાલ જપ્ત કર્યોે હતો.
લીંબડી પંથકમાં ઝડપાયેલા ટ્રક
માલિકોના નામ |
||
માલિકનું નામ |
ખનીજનો |
વાહન સહિત |
|
પ્રકાર |
અંદાજીત કિંમત |
દેવરાજભાઇ ધાભાઇ ચૌહાણ |
કપચી |
૫૨,૧૬,૬૫૦ |
ભરતભાઇ ધાભાઇ ચૌહાણ |
કપચી |
૩૭,૧૨,૧૫૦ |
હરપાલભાઇ દલીપભાઇ રાઠોડ |
કપચી |
૩૭,૧૨,૧૫૦ |
ભરતભાઇ ધાભાઇ ચૌહાણ |
કપચી |
૩૭,૧૨,૧૫૦ |
દેવરાજભાઇ ધાભાઇ ચૌહાણ |
કપચી |
૫૨,૧૬,૬૫૦ |
રામભાઇ મોરી |
કપચી |
૩૭,૧૨,૧૫૦ |
અરજણભાઇ વાહાભાઇ જોગરાણા |
કપચી |
૫૨,૧૬,૬૫૦ |
રાજેન્દ્રસિંહ નારાયણભાઇ પઢિયાર |
કપચી |
૫૨,૧૬,૬૫૦ |
રામભાઇ મોરી |
કપચી |
૩૭,૧૨,૧૫૦ |
વાઘાભાઇ માલસુરભાઇ સાભંડ |
કપચી |
૩૭,૦૮,૧૦૦ |
કાળુભાઇ ગોકુળભાઇ સાભંડ |
કોલસો |
૩૭,૨૧,૦૦૦ |
રાજેન્દ્રસિંહ નારાયણભાઇ પઢિયાર |
કપચી |
૪૦,૦૯,૦૦૦ |
રાજેન્દ્રસિંહ નારાયણભાઇ પઢિયાર |
કપચી |
૩૭,૦૮,૧૦૦ |
રાજેન્દ્રસિંહ નારાયણભાઇ પઢિયાર |
કપચી |
૩૭,૦૮,૧૦૦ |
|
કુલ |
૫,૮૨,૮૧,૬૫૦ |
સાયલા પંથકમાં ઝડપાયેલા વાહન માલિકોના નામ |
||
માત્રેશ ખવડ |
કપચી |
૨૦,૦૦,૦૦૦ |
નરેશભાઇ હદવાણી |
કપચી |
૨૦,૦૦,૦૦૦ |
ટીનાભાઇ(લાલગુરૃ) |
કપચી |
૨૦,૦૦,૦૦૦ |
આનંદભાઇ ચૌહાણ |
કપચી |
૨૦,૦૦,૦૦૦ |
બીન વારસી |
કપચી |
૨૦,૦૦,૦૦૦ |
બીન વારસી |
કપચી |
૨૦,૦૦,૦૦૦ |
|
કુલ |
૧૨૦૦૦૦૦૦ |
ચોટીલા પંથકમાં ઝડપાયેલી ખનીજની વિગત |
વાહન ખનીજનો પ્રકાર રકમ |
ટ્રક સીલીકા સેન્ડ ૨૫,૧૮,૩૨૬ |
ટ્રક વેસ્ટ મીનરલ પાઉડર તથા
ફાયરબ્રીક્સ ૨૦,૪૦,૦૦૦ |
ટ્રક કાચ પાઉડર ૨૦,૧૧,૦૮૮ |
ટ્રક વોશ રેતી ૨૮,૨૫,૪૧૬ |
ક્રેટ પાયલોટિંગ કાર ૬,૦૦,૦૦૦ |
મોબાઇલ ૧૦,૦૦૦ |
કુલ ૧,૦૦,૦૪,૮૩૦ |