કાલાવડના બેરાજા ગામ પાસેથી પરપ્રાંતિય ખેત મજૂર ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો : અન્યનું નામ ખુલ્યું
Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતા ખેડૂત તુલસીભાઈ સોજીત્રાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો બાવાભાઈ કરસનભાઈ નાયકા નામનો 27 વર્ષનો પર પ્રાંતિય શ્રમિક, કે જે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, જે દરમિયાન કાલાવડ ગ્રામ્ય પોલીસે બેરાજા ગામ પાસેથી તેને 28 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે ઝડપી લીધો હતો, અને વધુ પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં દારૂની હેરાફેરીમાં તેની સાથે જગદીશ નામનો બેરાજા ગામનો અન્ય એક શખ્સ સંડોવાયેલો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.