મહાકુંભમાં રાજકોટના આધેડનું શ્વાસ ચડ્યા બાદ મોત, પત્ની અને મિત્ર દંપતી સાથે ગયા હતા પ્રયાગરાજ
One More Gujarati Dies in Mahakumbh: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશ સહીત ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે. જેમાં રાજકોટના 53 વર્ષીય આધેડને શ્વાસ ચડતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજતાં શુક્રવારે તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા હતો. શુક્રવારે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં PGVCLના કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના પ્રતીક ટેનામેન્ટ રહેતા કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. મહાકુંભમાં તેમણે સાધુ સંતોને જમાડૅવા માટે રસોઇ બનાવવા સહિતના સેવા કાર્યો કર્યા હતા. આ દરમિયાન 30 જાન્યુઆરીએ વહેલી સવારે તેમને ચક્કર આવતાં ઢળી પડ્યા હતા.
જેથી તેમને મહાકુંભમાં ઉભા કરાયેલા હોસ્પિટલમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ શ્વાસ ચડતાં રાયબરેલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ શુક્રવારે તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા હતો. શુક્રવારે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં PGVCLના કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે અચાનક જ આકસ્મિતક રીતે ઘરના મોભીને ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. એક પુત્ર છે જે વડોદરા ખાતે નોકરી કરે છે.