મોરબીમાં ઝેરી દવા પી લઇને નવી પીપળીના આધેડનો આપઘાત
સામાકાંઠે અગ્નેશ્વર મંદિર નજીક ભરેલું પગલું
મૃતક આધેડને વેપાર - ધંધો બરાબર ચાલતા નહીં હોવાથી આર્થિક સંકડામણ આવી જતાં જિંદગીનો અંત આણ્યો
મોરબી : મોરબી શહેરના સામાકાંઠે એલ.ઈ. કોલેજ રોડ પર નવી પીપળી ગામનાં ૪૮ વર્ષીય આધેડે આર્થિક સંકડામણથી કંટાળીને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નવી પીપળી ગામે
ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે (ઉ.વ.૪૮) નામના આધેડે મોરબીના
સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર નજીક ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં
સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને આધેડને મરણ
ગયેલ જાહેર કર્યા હતા. બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકના ધંધો
વેપાર બરોબર ચાલતો ના હતો. જેથી આર્થિક સંકડામણથી કંટાળી દવા પી લેતા મોત થયાનું
ખુલ્યું છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.