ભુજમાં બાઈક સ્લીપ થતા આધેડનું મોતઃ હાજીપીર અને બારોઇમાં બે યુવાનોના આપઘાત
જ્યુબેલી સર્કલ પાસે બેભાન મળેલી અજાણી સ્ત્રીનું મૃત્યુ
પ્રાપ્ત વિગતો મુજબ મુળ બીહારના અને હાલ ભુજ આર.ટી.ઓ. સર્કલ પાસે રહેતો અને હાજીપીર રોડ પર પંકચરની દુકાન ચલાવતો સાહેનવાઝ વકીલઅહેમદ શેખ (ઉ.વ.૨૨) નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાની ટાયર પંકચરની દુકાનમાં મંગળવારની રાત્રીથી બુધવારની સવાર દરમિયાન લોખંડના એંગલ પર દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. નરા પોલીસે બનાવની નોંધ લઇને યુવકના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. તો, મુંદરાના બારોઇ ખાતે મહેશ્વરીવાસમાં રહેતા ૨૭ વર્ષીય શૈલેષભાઇ જગદીશભાઇ ફફલ નામના યુવાને રવિવારની રાત્રી દરમિયાન કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમની છત પર લોખંડના હુંકમાં દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇને યુવકના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. બીજીતરફ ભુજના પખાલી ફળિયું ઘોરાડ ચોકમાં રહેતા કિરણભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.વ.૫૧) રવિવારે સવારે એક્ટિવા પર જઇ રહ્યા હતા. ત્યારે તેમની એક્ટિવા મહાદેવ નાકા પાસે સ્લીપ થઇ જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પ્રથમ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા બાદ અમદાવાદ રીફર કરતાં ત્યાં સારવાર દરમિયાન બુધવારે અંતિમ શ્વાસ લીધો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે મંગળવારે સવારે ભુજના આકાશવાણી કેન્દ્ર સામેથી એક અજાણી ી બેભાન અવસ્થામાં મળી આવતાં તેને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેને હાજર પરના તબીબે સારવાર દરમિયાન બુધવારે મરણ જાહેર કરી હતી. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ અજાણી ીની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.