રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બદલ્યો : આધેડનું ટ્રેનની અડફેટે મોત
Vadodara : વડોદરામાં ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામમાં રહેતા મનુભાઇ મગંળભાઇ વસાવા (ઉ.વ-55) ગામની પાછળ આવેલા રેલ્વે નાળામાં પાણી ભરાયેલ હોય જેથી નાળાની બાજુમા આવેલ જગ્યાએથી જતા હતા. તે વખતે રેલ્વેની લાઇન ક્રોસ કરતી વખતે ટ્રેન આવી ગયેલ જે ટ્રેનની અડફેટમાં આવી જતાં શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.