સિવિલના લેડીઝ ટોઇલેટમાં બાળાને અડપલાં કર્યાના આક્ષેપ સાથે આધેડની ધોલાઇ
- બાળાની માતાએ આધેડને ચપ્પલથી ફટકાર્યો : દીકરીને લઇ ટોઇલેટમાં ગઇ ત્યારે આધેડ પહેલેથી અંદર હાજર હતો
સુરત,:
નવી
સિવિલ ખાતે બુધવારે બપોરે લેડીઝ ટોયલેટમાં ત્રણ વર્ષીયની બાળકી સાથે આધેડ દ્રારા
અડપલાં કરવામાં આવ્યા હતા. જેના લીધે બાળકીની માતાએ આધેડને ચંપલ વડે માર મારતા
હોબાળો થયો હતો. જોકે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલની જુની ઓપી.ડી બિલ્ડીંગમાં કેસ બારી નજીક દાદર નીચે આવેલા લેડીઝ ટોયેલમાં બુધવારે બપોરે મહિલા પોતાની ત્રણ વર્ષીય બાળકીને લઇને ગઇ હતી. જોકે એક બાથરૃમમાં પહેલા ૪૫થી૫૦ વર્ષીય આધેડ પહેલાથી મહિલા ટોયેલમાં હાજર હતો. બાદમાં મહિલા અચાનક ઉશ્કેરાઇ જઇને પોતાની ચંપલ ઉતારીને આધેડને પકડીને માર મારતા જાહેરમાં લાવી હોવાથી હોબાળો મચી જવા પામી હતી. જેથી ત્યાં હાજર દર્દી અને તેમના સંબંધી સહિતના લોકો એકત્ર ગયો હતો.
જોકે ત્યાં મહિલા કહેતા હતી કે, આધેડે પેન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકી સાથે અડપલાં કર્યા હોવાના આક્ષેપ કરતા ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા અને કેટલાક લોકોએ આધેડને માર મારવા લાગ્યા હતા. જોકે સિક્યુરીટીગાર્ડ સહિતના લોકો ત્યાં દોડી આવીને આધેડને છોડાવ્યો હતો. જોકે મહિલા પોલીસ ફરીયાદ કરવા માંગતી નહી હોવાની તે આધેડને પોલીસને સોંપ્યો નહોતો. અને તેને છોડી મુકવામાં આવ્યો હોવાનું સિવિલના સુરવાઇઝરે કહ્યુ હતું. જયારે એક મહિલા દ્વારા આધેડને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હોવાથી આ અંગે ચર્ચાએ જોર પકડયુ હતુ.