લક્ઝરી બસે ટક્કર મારતા બાઈક ચાલક આધેડનું મોત
આણંદ : આણંદના સારસા ગામની ચોકડી પાસે લક્ઝરી બસની ટક્કરે વડોદરાના નંદેસરીના બાઈક ચાલક આધેડનું ઘટના સ્થળે જ મોત નિપડયું હતું. આ અંગે ખંભોળજ પોલીસે લક્ઝરી ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના નંદેસરી રહેતા પ્રભાતસિંહ ગોહિલ (ઉં.વ.૫૮) બાધાની કંકોત્રી આપી બાઈક લઈને ખેડાના ઠાસરા ખાતે રહેતા સંબંધીને ત્યાંથી પરત ફરતા હતા. દરમિયાન આણંદ તાલુકાના સારસા ગામની ચોકડી નજીક પુરઝડપે આવી ચઢેલી લક્ઝરી બસના ચાલકે બાઈકને સામેથી ટક્કર મારી હતી. અકસ્માતમાં મારતા બાઈક ઉપર સવાર પ્રભાતસિંહ રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ધર્મેશકુમાર પ્રભાતસિંહ ગોહિલની ફરિયાદના આધારે લક્ઝરી બસના ચાલક વિરુધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.