Get The App

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ-ગાંધીનગર સહિત આ શહેરોના હવામાનમાં આવશે પલટો: અંબાલાલ પટેલની આગાહી

Updated: May 12th, 2024


Google NewsGoogle News
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ-ગાંધીનગર સહિત આ શહેરોના હવામાનમાં આવશે પલટો: અંબાલાલ પટેલની આગાહી 1 - image


Weather In Gujarat: ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 12મીથી 16મી મે દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.

આ શહેરોના હવામાનમાં આવશે પલટો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પ્રિમોનસૂન એક્ટિવિટ શરૂ થશે. જેના કારણે રાજ્યના ઘણાં જિલ્લાઓ આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 12મીથી 16મી મે દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થવાની પણ શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ પડી શકે છે.

ડાંગના સાપુતારા, સામગાહાન સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ

ગુજરાતી એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે વીક એન્ડમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સાપુતારા, સામગાહાન સહિતના ડાંગ જિલ્લાના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જેને લઈને પ્રવાસીઓને મજા પડી ગઈ છે. કમોસમી વરસાદના કારણે ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું છે.


હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 12મી મેના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.13મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.

14મી મેના રોજ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. 15મી મેના રોજ રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ-ગાંધીનગર સહિત આ શહેરોના હવામાનમાં આવશે પલટો: અંબાલાલ પટેલની આગાહી 2 - image


Google NewsGoogle News