ગાંધીનગર-મહુડી હાઈવે પર ગંભીર અકસ્માત, મર્સિડીઝે ત્રણ વાહન અડફેટે લીધા, બેના મોત, કાર ચાલક ફરાર

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર-મહુડી હાઈવે પર ગંભીર અકસ્માત, મર્સિડીઝે ત્રણ વાહન અડફેટે લીધા, બેના મોત, કાર ચાલક ફરાર 1 - image


Gandhinagar Road Accident : ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. આ પછી અકસ્માતને અંજામ આપી મર્સિડીઝ ચાલક ફરાર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

ગાંધીનગર-મહુડી હાઈવે પર ગંભીર અકસ્માતમાં બેના મોત 

ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે પૂર ઝડપે આવતા મર્સિડીઝ કાર ચાલકે પીક-અપ ડાલા, બાઈક અને મારુતિ કાર સાથે ગંભીર અકસ્માતમાં બસ સ્ટેન્ડની બાજુમાં ઉભેલી મહિલા ટક્કર મારતા 2 મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. 

આ  પણ વાંચો : ફરી ટ્રેન દુર્ઘટના: કપલિંગ તૂટતાં મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ, યાત્રીઓ ફફડી ઊઠ્યાં

ત્રણ વાહનોને અડફેટે લીધા

એક સાથે ત્રણ-ત્રણ વાહનોને અડફેટે લેવાની સાથે રસ્તાની બાજુમાં રહેલા પાનના ગલ્લાને પણ નુકસાન થયુ હતું. ગંભીર અકસ્માત બાદ લોકોનું ટોળું ઉમટી વળ્યું હતુ. આ પછી લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 

ઘટના સ્થળે પોલીસ પહોંચીને વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત કરીને મર્સિડીઝ કાર ચાલકે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 

ગાંધીનગર-મહુડી હાઈવે પર ગંભીર અકસ્માત, મર્સિડીઝે ત્રણ વાહન અડફેટે લીધા, બેના મોત, કાર ચાલક ફરાર 2 - image


Google NewsGoogle News