Get The App

પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફ લંગીની બખરલા ગામે થઈ હત્યા, મૃતક સામે જિલ્લામાં ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હતા

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફ લંગીની બખરલા ગામે થઈ હત્યા, મૃતક સામે જિલ્લામાં ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હતા 1 - image


Porbandar Crime News: પોરબંદર નજીકના બખરલા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોરબંદરના કુખ્યાત મેરામણ ખૂંટી ઉર્ફે લંગી નામના વ્યક્તિની બખરલા ગામે હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મેરામણ અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જૂની અદાવતમાં મેરામણની હત્યા કરાઈ હોવાની આશંકા છે. બગવદર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખસેડાયો છે. જણાવી દઈએ કે, મેરામણ સામે જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.


Google NewsGoogle News