રાતવેળાએ ગાડીમાં આવેલા શખ્સોએ યુવકને મારમારીને ખુનની ધમકી આપી
વાસી ઉતરાયણે થયેલી સ્પીકર વગાડવાની બબાલ બાદ
સ્પીકર બંધ કરવાનું કહેતા બોલાચાલીમાં મામલો બિચક્યો હતો ઃ પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી
સેક્ટર ૨૮માં ચરેડી છાપરા વિસ્તારમાં રહેતા આશીફ ઇમ્તિયાઝ અશરફ
મલેક નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પેથાપુરમાં રહેતા રોહિત મુન્નાભાઇ
બલોચ, રોહિત ઉર્ફે
નેનીયો મહેન્દ્રભાઇ રાઠોડ,
હિતેશ ઉર્ફે બાદશાહ શ્રીમાળી અને નિર્ભય સોલંકીનાં નામ આપ્યા છે. પોલીસ સમક્ષની
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાસી ઉતરાયણના દિવસે ફરિયાદી આશીફ તેના મિત્રના ઘરે જીઆઇડીસી
ત્રણ માળિયામાં પતંગ ઉડાડવા ગયો હતો. ત્યારે ધાબા પર મુકેલા સ્પીકર આરોપી રોહિત બલોચે
બંધ કરવાનું કહેતાં બોલાચાલી થઇ હતી.
આ અદાવતને લઇને ગત
રાત્રે ફરિયાદી ચરેડી છાપરા પાસે બેઠો હતો ત્યારે ચારે આરોપીઓ ગાડી લઇને આવ્યા
હતાં અને નીચે ઉતરીને ફરિયાદીને માર માર્યો હતો. આસપાસમાંથી લોકો છોડાવવા આવી જતાં
હાથ પગ ભાંગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપીઓ ચાલ્યા ગયા હતાં.