Get The App

'મર્દને પણ દર્દ થાય છે, મેન ઈઝ નોટ ATM...' બેનરો સાથે સુરત-રાજકોટમાં પત્ની પીડિત પુરુષોનો વિરોધ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
'મર્દને પણ દર્દ થાય છે, મેન ઈઝ નોટ ATM...' બેનરો સાથે સુરત-રાજકોટમાં પત્ની પીડિત પુરુષોનો વિરોધ 1 - image


Surat-Rajkot News : મહિલાઓ સંબંધિત કાયદાઓમાં ઘણી વખત મહિલાઓ દ્વારા તેનો દુરુપયોગ કરાતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા દિવસ પહેલા પોતાની પત્ની અને સાસરિયા દ્વારા હેરાન-પરેશાન કરવાના મામલે બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ પછી અતુલ સુભાષ આત્મહત્યા કેસ ઘણો ચર્ચામાં રહ્યો. જ્યારે હવે સુરત અને રાજકોટમાં પત્ની પીડિત પુરુષોએ શહેરમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. 

'મર્દને પણ દર્દ થાય છે'

મળતી માહિતી મુજબ, સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષોએ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરવાની સાથે વિવિધ માંગણી કરી હતી. 'મર્દને પણ દર્દ થાય છે, મેન નોટ એટીએમ...' સહિતના વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પત્ની પીડિત પુરુષોની માગ છે કે, 'પુરુષો માટે એક કમિશનની રચના કરવામાં આવે અને છૂટાછેડાના કેસમાં ઘણી વખત મહિલાઓ કોર્ટમાં ખોટા કેસ કરે છે, ન્યાયપ્રક્રિયામાં મહિલાઓને સજા કરવાની કોઈ જોગવાઈ નથી?' 

'મર્દને પણ દર્દ થાય છે, મેન ઈઝ નોટ ATM...' બેનરો સાથે સુરત-રાજકોટમાં પત્ની પીડિત પુરુષોનો વિરોધ 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં જમાલપુર બ્રિજ નજીક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલાને કચડી નાખતા મોત

રાજકોટમાં પત્ની પીડિતોનો રોષ

રાજકોટમાં પણ પત્ની પીડિત પુરુષોએ મહિલાઓના કાયદાનો દુરુપયોગનો વિરોધ કર્યો હતો. પત્ની પીડિત પતિએ કહ્યું હતું કે, 'મહિલાએ અગાઉ પણ લગ્ન કરીને છૂટાછેડા લીધા અને પછી તેના પિતા કોર્ટમાં જાય અને વકીલ દ્વારા ભરણપોષણનો દાવો કરે... આમ પત્ની અવારનવાર પતિઓ બદલવાનો ધંધો કરે છે...'

'મર્દને પણ દર્દ થાય છે, મેન ઈઝ નોટ ATM...' બેનરો સાથે સુરત-રાજકોટમાં પત્ની પીડિત પુરુષોનો વિરોધ 3 - image

આ પણ વાંચો: કાશ્મીરમાં હિમવર્ષા બાદ સુરતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું: સુરતમાં પડી રહેલી ઠંડીથી પ્રાણી સંગ્રહાલયમાં હરણ જેવા પ્રાણીને રક્ષણ આપવા તાપણા કરાયા

શું છે અતુલ સુભાષ આત્મહત્યા કેસ?

બિહારના સમસ્તીપુરના અતુલ સુભાષે આત્મહત્યાથી પહેલા 24 પાનાની સુસાઈડ નોટ લખી. આ સિવાય 81 મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો જે ખરેખર તેમની ત્રસ્ત માનસિક સ્થિતિને સ્પષ્ટ દર્શાવે છે. તેમાં તેમણે પોતાની આખી વ્યથા કહી હતી. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'મારા જ ટેક્સના રૂપિયાથી આ કોર્ટ, આ પોલીસ અને આખી સિસ્ટમ મને અને મારા પરિવાર અને મારા જેવા અન્ય લોકોને પરેશાન કરશે અને હું જ નહીં રહું તો, ન તો રૂપિયા હશે અને ન મારા માતા-પિતા, ભાઈને પરેશાન કરવાનું કોઈ કારણ હશે.'



Google NewsGoogle News