Get The App

પદવીદાન સમારોહમાં સાંસદ અને તમામ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
પદવીદાન સમારોહમાં સાંસદ અને તમામ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ સાદગીપૂર્ણ રીતે યોજવાનો દાવો થયો હતો.ભૂતકાળમાં થયું છે તેમ આજના પદવીદાન સમારોહને લઈને પણ વિવાદો સર્જાયા હતા.

વડોદરાના સાંસદે કે એક પણ ધારાસભ્યે પદવીદાન સમારોહમાં હાજરી આપી નહોતી.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની કાર્યપધ્ધતિથી નારાજ સાંસદો અને ધારાસભ્યોએ રાજ્ય સરકારને  આ વાઈસ ચાન્સેલરને ફરી ટર્મ ના મળવી જોઈએ તેવો સંદેશો આપવા માટે સમારોહનો અઘોષિત બહિષ્કાર કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.

ઉપરાંત સમારોહની આમંત્રણ પત્રિકામાં  પદવીદાન સમારોહનો  પ્રારંભ ૧૦-૩૦ વાગ્યે થવાનો છે તેવો ઉલ્લેખ હતો અને સમારોહ એક કલાક મોડો એટલે કે ૧૧-૩૦ વાગ્યે થયો હતો.આ દરમિયાનમાં ખુરશીઓ ભરાઈ જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.એનસીસીના કેડેટસને તો સવારે ૯-૩૦ વાગ્યાથી  સમારોહમાં ઉભા કરી દેવામાં આવ્યા હતા.

સાદગીપૂર્ણ સમારોહના દાવા વચ્ચે પણ ઉપરાષ્ટ્રપતિ આવવાના હોય તેટલો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.કદાચ વાઈસ ચાન્સેલરને વિદ્યાર્થી સંગઠનો પોતાની વિરુધ્ધ દેખાવો કરશે તેવો ડર લાગ્યો હતો.સમારોહના અંતિમ તબક્કામાં તો વિદ્યાર્થીઓ કરતા પોલીસ કર્મીઓની સંખ્યા વધારે હોય તેવુ દેખાતું હતું.

સુરક્ષાના નામે લોકોને દૂર દૂર પાર્કિંગ કરવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જ્યારે  સેન્ટર ફોર લાઈફ લોન્ગ લર્નિંગની સામેનો આખો પ્લોટ ખાલી રાખવામાં આવ્યો હતો.


Google NewsGoogle News