Get The App

કલરફુલ છેતરપિંડી: ઊંઝામાં સૂકી વરિયાળીને લીલો કલર કરી વેચવાનું કૈભાંડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 13th, 2024


Google News
Google News
કલરફુલ છેતરપિંડી: ઊંઝામાં સૂકી વરિયાળીને લીલો કલર કરી વેચવાનું કૈભાંડ, લાખોનો મુદ્દામાલ જપ્ત 1 - image


Mehsana News: મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વરિયાળીનો વેપાર કરતી પેઢીમાં ગુરૂવારે મહેસાણા ફૂડ ખાતાની ટીમે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન કીર્તિ ટ્રેડિંગ નામની પેઢીમાંથી નકલી વરિયાળીનો જથ્થો ઝડાપયો છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પેઢી દ્વારા સૂકી વરિયાળીને લીલો કલર કરી વેચવામાં આવતી હતી. નકલી વરિયાળીનો ધંધો કરતી પેઢી સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ વેપારીએ આવો માલ ક્યાં-ક્યાં વેચ્યો છે તેની પણ તપાસ કરાશે. ફૂડ વિભાગે કલર, વરિયાળી સહિત 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

1.27 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફૂડ વિભાગની ટીમને મળેલી બાતમીના આધારે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, ભૂખરી વરિયાળી પર લીલો રંગ ચઢાવી તેને આકર્ષક બનાવવામાં આવતી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર જે. જે પ્રજાપતિ દ્વારા વરિયાળી અને લીલા રંગના નમૂના લીધા છે. સાથે જ અંદાજિત 1.27 લાખનો 1955 કિલો વજનનો જથ્થો ઝડપી લીધો છે. આ તમામ જથ્થો માનવ આરોગ્ય માટે જોખમી હોવાથી તેને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ જામજોધપુરમાં રાધિકા ઇન્ડસ્ટ્રીઝ આગ લાગતા રૂની ગાંસડી સળગવાથી લાખોનું નુકસાન

કલરવાળી વરિયાળીના વેચાણ અંગે હાથ ધરાઈ તપાસ

હાલ, આ પેઢી કલરવાળી વરિયાળીનું વેચાણ ક્યાં-ક્યાં કરતી હતી તે વિશે વધુ તપાસ હાથ કરવામાં આવી રહી છે. આ સિવાય સ્થળ પર હાજર વ્યક્તિ હેમારામ ચારણ અને પેઢીના માલિક રામગોપાલ બાજોરિયા વુરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ વડોદરા પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર અને માલિક સહિત 10ની ધરપકડ

મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં ધમધમતી જીરૂ, વરિયાળીની ફેક્ટરીઓમાં ભેળસેળ અટકાવવા માટે પગલાં લેવાયા હતાં. જે માટે આરોગ્ય સાથે ચેડાં કરતી ભેળસેળ કરતી પેઢીઓને ઝડપી કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિક કક્ષાએ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી. જો કે, ટાસ્ક ફોર્સના ખાઇબદેલાં કર્મચારીઓને ગોબાચારી કરતી ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં લાજ-શરમ આવતી હોય તેમ નિષ્ક્રિય બની ગયા હતાં. હદ તો ત્યારે થતી જ્યારે ફૂડ તંત્રના જિલ્લા અધિકારીની સૂચના-આદેશોને પણ અવગણતા. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરજ પ્રત્યે બેદરકાર રહેતાં હોવાના કારણે ઉચ્ચે અધિકારીઓએ ફૂડ વિભાગના કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે, જો જિલ્લા ફૂડ અધિકારીને બાતમી મળતી હોય તો તેમના તાબાના કર્મચારીઓને કેમ નહીં મળતી હોય તે સવાલ પણ ઊભો થાય છે. 

Tags :
MehsanaUnjhaFood-Department-Raid

Google News
Google News