Get The App

મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસ: ચાર પોલીસ કર્મીઓની જન્મટીપની સજા હાઇકોર્ટે મોકૂફ રાખી

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
Mehsana Custodial Death case


Mehsana Custodial Death Case: મહેસાણા જુવેનાઇલ હોમમાં કસ્ટોડિયલ ટોર્ચરના કારણે સગીરના મોતના ચકચારભર્યા કસ્ટોડિયલ એટ્રોસીટી કેસમાં જન્મટીપની સજા પામેલા એક એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓની સજા ગુજરાત હાઇકોર્ટે મોકૂફ રાખી તેઓને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. અરજદાર પોલીસ કર્મચારીઓ સાડા ચાર વર્ષથી વઘુ સમયગાળાથી જેલમાં હોઇ તે બાબતને ઘ્યાને લઇ જસ્ટિસ ઇલેશ જે.વોરા અને જસ્ટિસ એસ.વી.પિન્ટોની ખંડપીઠે તેઓને આ રાહત આપી હતી. 

કોર્ટે ચારેય પોલીસ કર્મીઓને જન્મટીપ ફટકારી હતી 

અરજદાર પોલીસ કર્મચારીઓ એએસઆઇ કનુભાઇ ચૌધરી, સ્ટેશન ઇન્ચાર્જ વિષ્ણુકુમાર પ્રજાપતિ, અક્ષયભાઇ ચૌધરી અને મહેન્દ્રપુરી ગોસ્વામી તરફથી એ મતલબની દલીલ રજૂ કરાઇ હતી કે, અરજદારો આ કેસમાં છેલ્લા ચાર વર્ષ અને સાત મહિનાથી જેલમાં છે અને ગુણદોષ પર તેમનો કેસ સારો છે. 

હાઇકોર્ટે જામીન પણ આપ્યા

સમગ્ર કેસના ટ્રાયલ દરમ્યાન પણ આરોપીઓએ અન્ડરટ્રાયલ તરીકે સજા કાપી છે. આરોપીઓને દોષી ઠરાવતા કોઇ સંજોગો કે પુરાવા કેસમાં પ્રસ્થાપિત થતા નથી. મહેસાણા સેશન્સ કોર્ટે તા.7-3-2024ના રોજ આ કેસમાં અરજદારોને જન્મટીપની સજા ફટકારી હતી. સજાના આ હુકમ સામે અરજદારોએ હાઇકોર્ટમાં અપીલ કરી છે ત્યારે અપીલ પેન્ડીંગ છે તે દરમ્યાન કેસના સંજોગો અને ઉપરોકત હકીકતો ઘ્યાને લઇ જામીન પર મુકત કરવા જોઇએ અને સજા મોકૂફ રાખવી જોઇએ.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાલતી દવાની દુકાનોમાં પણ લોલમલોલ, 50% સ્ટોર ફાર્માસિસ્ટ વગર ધમધમી રહ્યાં છે

અરજદારોએ અદાલતનું ઘ્યાન દોર્યુ કે, અરજદારો તરફથી ફરિયાદી પિતાને માનવીય અભિગમ સાથે પ્રત્યેક પોલીસ કર્મચારી તરફથી પાંચ-પાંચ લાખ રૂપિયા મળી કુલ રૂ.15 લાખથી વઘુની સહાય આપવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે આરોપી પોલીસ અધિકારીઓની સજા મોકૂફ રાખી તેઓને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો.

મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસ: ચાર પોલીસ કર્મીઓની જન્મટીપની સજા હાઇકોર્ટે મોકૂફ રાખી 2 - image


Google NewsGoogle News