Get The App

વેરાવળમાં મેગા ડિમોલીશન : 45 મકાનો પર ફરી વળ્યું બૂલડોઝર

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વેરાવળમાં મેગા ડિમોલીશન : 45 મકાનો પર ફરી વળ્યું બૂલડોઝર 1 - image


સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર બની ગયેલા પાકાં મકાનો તોડી પડાયાં

શાહીગરા કોલોનીમાં વરસાદી પાણીનાં વહેણમાં થયેલાં દબાણો હટાવી રૂા.૩.૫ કરોડની જમીન ખુલ્લી કરાવતી નગરપાલિકા

વેરાવળ: વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા ૪૫ પાકા મકાનો ઉપર નગરપાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યંુ છે. આ ડિમોલેશનની કામગીરી અંતર્ગત ૩.૫ કરોડની ૩૫૮૪ ચો.મી.  જેવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ મેગા ડિમોલીશની કામગીરી નગરપાલીકાએ નિર્ધારિત આયોજન મુજબ પુર્ણ કરી છે.

વેરાવળના વોર્ડ નં.૬ માંશાહીગરા કોલોનીમાં મહેક સ્કુલની બાજુમાં રેલ્વેની દિવાલને અડીનેઆવેલ પડતર સરકારી જમીન ઉપરથી નિકળતા વરસાદી પાણીના વહેણમાં ૪૫ જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે બની ગયા હતા. જેને દુર કરવા માટે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરીને કબ્જા ધારકોને અઠવાડિયામાં મકાનો હટાવવા સુચના આપેલ તેમ છતાં કોઈએ મકાનો હટાવ્યા ન હતા. જેથી ડિમોલેશન કરવાનું પાલિકાએ આયોજન કરતા નગરપાલિકાનો સ્ટાફ ૧ જેસીબી અને ૨૨ ટ્રેક્ટરો સાથે દબાણો હટાવવા પહોચી ગયો હતો. જ્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બની ગયેલા બાંધકામો ઉપર નગરપાલિકાના બુલડોઝરો ફરી વળ્યા હતા.

આ કામગીરીમાં ૪૫ જેટલા પાકા મકાનો દુર કરીને ૩૫૮૪ ચો.મી.સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત રૂ.૩.૫ કરોડ જેવી થાય છે.  પોલીસના રક્ષણ વગર પણ નગરપાલિકાએ આયોજન મુજબ ડિમોલેશનની કામગીરી હાથ પરી હતી.


Google NewsGoogle News