Get The App

સ્માર્ટ મીટરના વિરોધમાં પુણા વિસ્તારમાંથી વ્યક્તિગત વાંધા અરજી માટે બેઠક શરૂ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
સ્માર્ટ મીટરના વિરોધમાં પુણા વિસ્તારમાંથી વ્યક્તિગત વાંધા અરજી માટે બેઠક શરૂ 1 - image


દક્ષિણ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર મુકવા સામે સુરતમાં આંદોલનના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે.  સુરત સહિત અનેક વિસ્તારો માંથી સ્માર્ટ મીટર સામે વિરોધ થઈ રહ્યો છે પરંતુ સુરતના પુણા વિસ્તારમાં  સ્માર્ટ મીટર સામે આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્માર્ટ મીટર ના કારણે લોકોને મોટી મુશ્કેલી પડશે અને વધુ બિલ આવશે તેવો ભય સતાવી રહ્યો છે. લોકોમાં આવો વિરોધ જોઈને સ્માર્ટ મીટર સુરતીઓ માટે સળગતી સમસ્યા, લોકોમાં જાગૃતિ લાવવા કોંગ્રેસે સોસાયટીઓમાં બેઠક શરૂ કરી છે. આ બેઠક બાદ પુણા વિસ્તારમાં થી ઘર દીઠ સ્માર્ટ મીટર માટે વ્યક્તિગત વાંધા અરજી માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવાનું શરુ કર્યા બાદ સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં મીટરનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે વીજ કંપનીના અધિકારીઓએ ખુલાસો કર્યો છે પરંતુ આ ખુલાસો લોકોના ગળે ઉતરતો નથી તો બીજી તરફ પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે લોકો સાથે રહીને સ્માર્ટ વીજ મીટર સામે  સુરત શહેરના પુણા વિસ્તારમાં ગઈકાલથી સ્માર્ટ વીજ મીટર સામે જન આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા  દ્વારા  પુણા મે લડત આપવાનો નિર્ણય કરાયો છે. ગઈકાલે રાત્રે હસ્તિનાપુર સોસાયટી ની વાડી ખાતે લોકોને જાગૃત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ બેઠકમાં સ્માર્ટ મીટર માં જે લોકોને તકલીફ પડી રહી છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ ઉપરાંત સ્માર્ટ મીટર ના કારણે જે મુશ્કેલી પડી શકે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં   સર્વાનુમતે દરેક સોસાયટી ના દરેક ઘરેથી વ્યક્તિ ગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મીટીંગો અને બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આગામી દિવસોમાં સ્માર્ટ મીટર સામે આક્રમક આંદોલન કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News