જામનગરમાં મેડિકલ સ્ટોર ચલાવતો વેપારી ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : અન્ય બે ના નામ ખુલ્યા
Jamnagar Cricket Betting : જામનગર શહેરમાં ક્રિકેટના સટ્ટાખોરોને પકડવા માટેનો પોલીસનો પકકડ દાવ ચાલુ છે, અને જામનગર શહેરમાંથી વધુ એક ક્રિકેટના સટ્ટાખોરને ઝડપી લેવાયો છે. શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવતો એક વેપારી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો છે, જેની પુછપરછમાં અન્ય બે વ્યક્તિના નામ ખુલ્યા છે.
જામનગરના નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા આકાશ દેવાયતભાઈ છુછર નામના 27 વર્ષના એક વેપારીને એસ.ટી. ડેપો રોડ પરથી સીટી એ. ડિવિઝન પોલીસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈ.ડી. પર આઇપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે પકડી પાડ્યા છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિત રૂપિયા 6,280 ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ક્રિકેટના સોદાની કપાત કરનાર જામનગરના સુભાષભાઈ તેમજ ધરમેંન્દ્રભાઈ નામના અન્ય વ્યક્તિના નામ ખૂલ્યા છે, જે બંનેને ફરાર જાહેર કરાયા છે.