Get The App

વડોદરામાં સગીરા સાથે 3 લોકોએ આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં થયો ખુલાસો, આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

Updated: Oct 6th, 2024

GS TEAM


Google News
Google News
Gang Rape Case


Vadodara Gang Rape Case : નવરાત્રિમાં દીકરીઓ મોડી રાત સુધી કોઈ પણ ચિંતા વગર ગરબા રમી શકશે તેવી ગુલબાંગો વચ્ચે વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની. ઘટનાને લઈને નેતાઓ જાહેરમાં તો ભાવુક થાય છે પરંતુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ પીડિત સગીરાનો મેડિકલ રિપોર્ટ આવ્યો જેમાં મોટો ખુલાસો થયો કે, સગીરા પર ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. 

9 કલાક ચાલી પીડિતાની તબીબી તપાસ

વડોદરાના ભાયલીમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું ગોત્રી હોસ્પિટલ ખાતે E.N.T, સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ મેડિકલ ચેક-અપ કર્યુ હતું. પીડિતાનું બપોરે 12 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કર્યા બાદ કેટલાક ખુલાસાઓ સામે આવ્યાં. જેમાં પ્રાથમિક તબક્કે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાઈ આવ્યું છે. 

આ પણ વાંચો : BREAKING : રાજ્ય સરકારની મોટી જાહેરાત, વર્ષ 2005 પહેલાના કર્મીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

શું હતી સમગ્ર ઘટના?

વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ પણ સગીરાએ તેના મિત્ર સાથે જુદાજુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ આ છેલ્લી મુલાકાત તેના માટે જીવનભરની પીડા લઈને આવી.   

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક દીકરી અનહોનીનો શિકાર થતા બચી! દાહોદ-વડોદરા બાદ મહેસાણામાં આરોપી પોલીસના સકંજામાં

દુષ્કર્મની ઘટના બાદ પોલીસ દોડતી થઈ

વડોદરા શહેર અને જિલ્લા પોલીસે દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે, ત્યારે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસતા નરાધમો ઓળખાય એવા કોઈ ચિન્હો હાલ મળ્યા નથી. તેવામાં પોલીસ કેટલાક શકમંદોની પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું અને ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ હતી. આ દરમિયાન અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Tags :