વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાતે મેયર, મ્યુ. કમિશનર, સ્થાયી અધ્યક્ષ પહોંચ્યા
Vadodara Mandvi Gate : ગાયકવાડી જમાનાની ઐતિહાસિક અને હેરિટેજ માંડવી દરવાજાના કાંગરા કરી ખરતા પાલિકાના મેયર, સ્થાયી અધ્યક્ષ અને મ્યુ. કમિશનરે આજે મુલાકાત લઈ માંડવી દરવાજાના ખરતા પોપડા અંગે જાત માહિતી મેળવી ચર્ચા વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરની ધરોહર સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના કાંગરા કરી રહ્યા છે ત્યારે શહેરીજનોમાં અનેક જાતની વાતો શરૂ થઈ છે ત્યારે માંડવી દરવાજાનું રીપેરીંગ કામ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયું છે.
જ્યારે બીજી બાજુ ચિંતિત રાજવી પરિવારના રાધિકા રાજેએ ગાયકવાડ કેટલાક પુરાતત્વવિદોને સાથે લઈને માંડવી દરવાજાની મુલાકાત લઈને ચર્ચા વિચારણાઓ કરી હતી.
દરમિયાન પાલિકા મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રીપેરીંગ થઈ રહેલા માંડવી દરવાજાની મુલાકાત લઈને જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી.