બ્રાઝિલની મેયર સમિટમા મેયર અને ડેપ્યુટી કમિશનર જશે
આગામી 14-17 નવેમ્બર, 2024ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 2024 U20 રિયો મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રાઝિલ ખાતે યોજાનાર આ મેયર સમિટમા મેયર અને ડેપ્યુટી કમિશનર જશે તે માટેની અને સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામા આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે.
બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ. દ્વારા બ્રાઝિલમાં આગામી 14 નવેમ્બર થી 17 નવેમ્બર દરમિયાન મેયર સમિટનું આયોજન કરવામા આવ્યું છે. આ માટે સુરત પાલિકાને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં સુરતના મેયર અને પાલિકાના એક પ્રતિનિધિ હાજર રહેશે અને તેનો ખર્ચ પણ U20 Co-Chair દ્વારા જ ઉપાડવામાં આવશે. આ સમિટમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સાથે પાલિકાના પ્રતિનિધિ તરીકે ડે. કમિશનર નિલેશ પટેલનું નામ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ માટે રાજ્ય સરકારની મંજુરી મેળવવા માટે મ્યુનિ. કમિશ્નરને અધિકૃત કરવામાં આવ્યા હતા. જોકે, સામાન્ય સભાની અપેક્ષાએ આ દરખાસ્ત મંજુર કર્યા બાદ અનિવાર્ય સંજોગોને કારણે ડે,. કમિશનર નિલેશ પટેલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદેશ જઈ શકે તેમ ન હોવાથી તેમની જગ્યાએ અન્ય ડે. કમિશનર કમલેશ નાયક ને વિદેશ પ્રવાસ જવા માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશ્નરને અધિકૃત કરવામાં આવ્યા હતા તે દરખાસ્ત આજે સ્થાયી સમિતિએ મંજૂર કરી છે.