Get The App

વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ 1 - image


Vadodara Fire at Wooden Godown : વડોદરાના ડભોઇ રોડ પર ગઈ મધરાત બાદ લાકડાના ચાર પીઠા અને ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમોએ આગ કાબુમાં લીધી હતી.

ડભોઇ રોડ સોમા તળાવ નજીક લાકડાના પીઠા અને દુકાનો આવેલા છે. ગઈ રાતે કોઈ કારણસર આગ લાગતા બે પીઠા અને દુકાનનો સેન્ટરિંગ સહિતનો સામાન આગમાં લપેટાયો હતો. જેને પગલે ચારે બાજુ ધુમાડાના ગોટે ગટા છવાયા હતા.

વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ 2 - image

બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ફાયર સ્ટેશનની ટીમો કામે લાગી હતી અને બે થી ત્રણ કલાકની જહેમત બાદ આ કાબુમાં લીધી હતી. પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને આગનું કારણ જાણવા માટે ફોરેન્સિકની મદદ લીધી છે. જ્યારે વીજ કંપનીની ટીમોએ ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કર્યો હતો.

ગેસ સિલિન્ડર કાઢી લઈ દુર્ઘટના અટકાવી 

આગ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોને એક ગેસ સિલિન્ડર નજરે પડ્યો હતો. જેથી એક ટીમે સિલિન્ડરને સતત પાણી મારી કુલિંગની કામગીરી કરી હતી. ત્યારબાદ સિલિન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

Tags :