Get The App

જામનગરમાં ત્રણ દરવાજા નજીક પીપર બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન ,ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પીપર બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન  ,ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે 1 - image


Jamnagar Fire in Godown : જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટના હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના હોલસેલના જથ્થાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગ બુજાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. ગોડાઉન ચોતરફથી પેક હોવાના કારણે અંદર ધુમાડો એકત્ર થઈ જતાં ફાયર શાખાની ટુકડીએ સ્પેશિયલ કીટ પહેરીને ગોડાઉનમાં ઉતારવાનો વારો આવ્યો હતો.

જામનગરમાં ત્રણ દરવાજા નજીક પીપર બિસ્કીટના ગોડાઉનમાં ભીષણ આગથી લાખોનું નુકસાન  ,ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે 2 - image

જામનગરના ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ગોડાઉન ચારેય તરફથી પેક હોવાથી અંદર રહેલો પુઠ્ઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગવા લાગ્યો હતો. ત્યારબાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટિમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. બપોરના સમયે ગોડાઉન બંધ હોવાથી તેનું શટર ઊંચકાવીને આગ બુઝાવવાનો વારો આવ્યો હતો. પરંતુ ગોડાઉનની અંદર ધુમાડો બહાર નીકળવાની કોઈ જગ્યા ન હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો જમા થયો હતો, જેથી ફાયર શાખાની ટુકડીને સ્પેશિયલ ઓક્સિજન માસ્ક અને બોટલ સાથેની કીટ પહેરીને અંદર ઉતારવાનો વારો આવ્યો હતો, અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ગોડાઉનની અંદર પૂઠા-પ્લાસ્ટિક વગેરે હોવાથી ગોડાઉનની અંદર આગની મોટી જ્વાળાઓ જોવા મળી હતી, અને અંદર રાખેલો પીપર-બિસ્કીટ સહિતના પેકિંગનો મોટો જથ્થો સળગી ઉઠ્યો હોવાના કારણે વેપારીને મોટું નુકસાન થયું છે. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર સહિતની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને અંદાજે પંદરેક જેટલા ફાયરના જવાનોએ ભારે જહેમત લઈને આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટના સમયે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા. પરંતુ સમયસર આગને કાબુમાં લઈ લીધી હોવાથી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતિ અટકી હતી.


Google NewsGoogle News