Get The App

વિંછીયાના મોટા માત્રા ગામે યુવાનની કરપીણ હત્યા; 3 શખ્સોની ધરપકડ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
વિંછીયાના મોટા માત્રા ગામે યુવાનની કરપીણ હત્યા; 3 શખ્સોની ધરપકડ 1 - image


પરિવારજનોની હાજરીમાં જ છરી, કુહાડી, ધારિયાથી જીવલેણ હુમલો : આડા સંબંધની શંકાના આધારે હુમલો કરનારા 7 પૈકી 4ની શોખધોળ : લોહીલુહાણ હાલતમાં રાજકોટ ખસેડાયા બાદ યુવાને દમ દોડી દીધો

જસદણ, : વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે દેવીપૂજક યુવાન ઉપર આડા સંબંધની શંકાએ ચોટીલાના ધારેઈ અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના સાત શખ્સોએ પરિવારની નજર સામે જ હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. વિંછીયા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી સાતમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે ચાર શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. જો કે આ હત્યાના બનાવના પગલે એફએસએલની ટીમ અને વિંછીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયાના મોટામાત્રા ગામે રહેતા મુળ ખારચીયાના વતની રાયધનભાઈ વશરામભાઈ સાડમીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના ધારેઈ ગામના રમેશ મેરામ, સતા રમેશ, ટોના રમેશ, સાયલાના કસવાળી ગામના ચોથા સગરામ મંદુરીયા, રામકુ ચોથા મંદુરીયા, વનરાજ ચોથા મંદુરીયા અને ઉમેશ ચોથા મંદુરીયાનું નામ આપ્યું હતું. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાયધનભાઈનો નાનો ભાઈ મયુર ઉર્ફે મયલો વશરામભાઈ સાડમીયા(ઉ.વ.૨૨)ને સાયલાના કસવાળી ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની ગડુ સાથે આડો સંબંધ હોવાની શંકાએ વનરાજ સાથે ઝઘડો થયો હતો. ગઈકાલે સાંજે વનરાજ સહિતના સાતેય શખ્સો મોટામાત્રા ગામે ઝુપડામાં રહેતા દેવીપૂજક પરિવારના ઘરે ગયા હતા. જ્યાં મયુર હાજર ન હોય મોટામાત્રા ગામે મજુરી કામેથી પરત આવતા મયુર અને તેના પરિવારજનો ચોકડી પાસે ઉભા હતા. ત્યારે આ ટોળકીએ આવીને છરી, કુહાડી, પાઈપ, ધારિયા, લાકડી જેવા હથીયારો સાથે હુમલો કર્યો હતો. બાદમાં દેકારો થતા તમામ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. આ હુમલામાં મયુરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે મયુરની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.



Google NewsGoogle News