Get The App

સુરતના ભેસ્તાન ડેપો ખાતે 71 બસના ડ્રાઈવરની સામુહિક હડતાળથી મુસાફરોને હાલાકી, ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે મામલો થાળે પાડ્યો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
સુરતના ભેસ્તાન ડેપો ખાતે 71 બસના ડ્રાઈવરની સામુહિક હડતાળથી મુસાફરોને હાલાકી, ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે મામલો થાળે પાડ્યો 1 - image


Surat Bus Driver Strike : સુરત મહાનગરપાલિકાના સામુહિક પરિવહનમાં ડ્રાઈવર અને બસ ઓપરેટરની લડાઈ વચ્ચે મુસાફરોનો મરો થઈ રહ્યો છે. આજે બુધવારે સવારે ભેસ્તાન ડેપો ખાતે 71 બસના ડ્રાઈવરની સામુહિક હડતાળથી મુસાફરોને હાલાકી પડી હતી. લોકોની ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે ભેસ્તાન ડેપો પર પહોંચ્યા અને પગાર ચૂકવવાની ખાતરી બાદ હડતાળ સમેટાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં અનેક મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ હતી. 

સુરત પાલિકા દ્વારા આજથી ઓએનજીસી કોલોનીથી કોસાડ રૂટ પર 9 મીટરની જગ્યાએ 12 મીટરની બસ દોડાવવાનું શરુ કર્યું છે. તો બીજી તરફ ભેસ્તાન ડેપો ખાતે ઈલેક્ટ્રીક બસના ડ્રાઈવર-કંડકટરને પગાર નહીં મળવાને મુદ્દે ડ્રાઈવર કન્ડકટરોએ વિજળીયક હડતાળ પાડી દીધી હતી. કામ-ધંધે નીકળેલા શહેરીજનો અને શાળા-કોલેજ માટે જનારા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને વધુ ભાડુ ચુકવીને પોતાના સ્થળે પહોંચ્યા હતા. 

સુરતના ભેસ્તાન ડેપો ખાતે 71 બસના ડ્રાઈવરની સામુહિક હડતાળથી મુસાફરોને હાલાકી, ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે મામલો થાળે પાડ્યો 2 - image

હડતાળ અંગેની લોકોની ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે ત્વરિત ડેપો ખાતે પહોંચ્યા હતા અને જ્યાં હડતાળ પર ઉતરેલા બસના ચાલકોની સમસ્યા સાંભળ્યા બાદ તાત્કાલિક પગાર ચૂકવવાની ખાતરી આપી હતી. જેને પગલે હડતાળ સમેટાઈ હતી.

 જોકે, આ હડતાળ બાદ એવી પણ વાત સાંભળવામાં આવી રહી છે કે, ઇલેક્ટ્રિક બસના કોન્ટ્રાક્ટર જીબીએમ દ્વારા ચાલકોને દર મહિને 10 તારીખે પગાર ચૂકવવાની બાંહેધરી આપી હતી. જો કે, આજે 11મી તારીખે સવારે જ ચાલકો દ્વારા બસ કોન્ટ્રાક્ટરનું નાક દબાવવા માટે વિજળીક હડતાળ પાડવામાં આવી છે. આ અંગે પાલિકા તંત્ર વધુ તપાસ કરી રહ્યું છે.


Google NewsGoogle News