છોટી કાશીમાં ખેલૈયાઓને સળગતા અંગારા વચ્ચે મશાલ રાસ રમતાં જોઇ સૌ થયા મંત્રમુગ્ધ, ક્યારેય જોઇ છે આવી નવરાત્રિ
Mashal Raas in Jamnagar: જામનગર શહેરમાં નવરાત્રિ પર્વની શરૂઆત થતાં જ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રણજીત નગર વિસ્તારમાં પટેલ સમાજના યુવાનો દ્વારા આયોજિત મશાલ રાસે શહેરમાં નવરાત્રિની રોનક વધારી દીધી છે. આ ગરમી મંડળમાં ભાગ લેનારા ખેલૈયાઓએ અંગારાની વચ્ચે મસાલા રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જે શહેરમાં ખૂબ જ આકર્ષણનો રૂપ બન્યો છે. આ ધાર્મિક ઉત્સવમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિત મનપાના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો : ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી
પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત આ મશાલ રાસમાં યુવાનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આકર્ષક વેશભૂષામાં સજ્જ યુવાનોએ મશાલો લઈને રાસ રમ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને માતાજીની આરાધનામાં લીન થયા હતા. મશાલ રાસ દરમિયાન આકાશમાં ફૂલોની છાબર વરસાવવામાં આવી હતી અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા.
નવરાત્રિના આ પર્વમાં જામનગર શહેરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ભજન-કીર્તન, ગરબા, રાસ અને પ્રવચનો જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં શહેરના વિવિધ સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપના નેતાની બારોબાર નિમણૂકથી વિવાદ, GCCI એ જાતે જ પત્ર લખી નોંધાવ્યો વિરોધ
આમ, જામનગરમાં નવરાત્રિ પર્વની શરૂઆત ભક્તિ અને ઉત્સાહ સાથે થઈ છે. પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત મશાલ રાસે શહેરમાં નવરાત્રિની રોનક વધારી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને માતાજીની આરાધનામાં લીન થયા હતા.