સ્મીમેરમાં ચોરી કરવા આવતી ત્રણ મહિલાને માર્શલે ઝડપી
- દર્દી અને સબંધીઓના પાકિટ સહિતનો સામાન ચોરાતો હતો : ફુટેજમાંથી ફોટા કાઢી એલર્ટ કરાયા હતા
સુરત :
પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને દર્દીના સંબંધીઓના પાકિટ સહિતની ચોરી થતી હોવાની ફરીયાદો ઉઠી હતી. તેવા સમયે આજે સ્મીમેર ખાતે ચોરી કરવા આવતા ત્રણ મહિલાઓને માર્શલોએ ઝપડીને પોલીસને સોપવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં દર્દી કે દર્દીના સંબંધીનુ પાર્કિટની ગત તા.૨૯મી ચોરી થયુ હતુ. આ અંગે તેમણે સિવિલના અધિકારી સહિતના જાણ કરી હતી. જેથી સ્મીમેર તંત્ર દ્રારા સી.સી ટી.વી કેમેરાના ચેક કરાવ્યા હતા. જેમાં એક મહિલા ચોરી કરતા નજર ચઢી હતી. જેથી તે મહિલાનો ફોટાના ત્યાં ફરજ બજાવતા માર્શલોેને મોકલીને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેવા સમયે આજે સોમવારે તે મહિલા સ્મીમેરમાં દેખાઇ હતી. જોકે તેનો ફોટો લઇને માસલ કેસ બારી પાસે ગયા હતા. ત્યારે તે મહિલાએ દર્દી કે સંબંધીનો પાર્કિટ ચોરતા માર્શલોએે રંગેહાથ ઝડપી પાડી હતી.બાદમાં તે મહિલાની પુછપરછ કરતા અન્ય બે મહિલા પણ તેની સાથે આવેલી હતી. તે બંને મહિલા પણ ઝડપી પાડી હતી. જોકે ત્રણે મહિલાએ નામ પુછતા ટિન્કુ, હેતલ અને સોના હોવાનું કહ્યુ હતુ. બાદમાં સ્મીમેરના માર્શલોએ પોલીસને જાણ કરીનો સોપી દીધી હોવાનું સ્મીમેરના અધિકારીએ કહ્યુ હતું.