જામનગરમાં પિતાના ઘેર રહેતી પરણિત મહિલા પોતાની પુત્રી સાથે એકાએક ગુમ થઈ જતાં પોલીસને જાણ કરાઈ
Jamnagar : જામનગરના અંધાશ્રમ પાસે બુદ્ધવિહાર ચોકમાં પોતાના પિતાના ઘેર રહેવા માટે આવી ગયેલી એક પરણિત મહિલા પોતાની નવ વર્ષની પુત્રી સાથે પિતાના ઘેરથી એકાએક લાપત્તા થઈ જતાં આ બાબતે સીટી સી. ડિવિઝન પોલીસને જાણ કરાઈ છે.
જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા બુદ્ધવિહાર ચોકમાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા મુકેશભાઈ મધુકરભાઈ ચૌહાણ નામના મહારાષ્ટ્રીયન પ્રૌઢની પુત્રી લતાબેન (ઉ.વ.30) તથા પૌત્રી ડેનિશા રાકેશભાઈ પટેલ (ઉ.વ.9) ગઈ તા.21ની બપોરે બારેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
જે માતા-પુત્રી લતાબેન તથા પુત્રી ડેનિશા ગુમ થયાની મુકેશભાઈએ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પોલીસે ગુમ થનાર માતા-પિતાના વર્ણન તેમજ ફોટો સહિતની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. આ વ્યક્તિઓ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી. ડિવિઝનનો સંપર્ક કરવા પોલીસે જણાવાયું છે.