માવતરે જવાની પતિ અને સાસુએ ના પાડતા પરિણીતાનો આપઘાત
કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામે
કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે વાડીમાં ઝેરી દવા પી પરપ્રાંતિય યુવાને જીવન ટુંકાવ્યું
કાલાવડ તાલુકાના નાની-નાના ગાજર ગામમાં રહેતા ખેડૂત ભરતભાઈ
દેવદાનભાઈ મૈયરની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની સોનુબેન
દીપકભાઈ નામની ૨૦ વર્ષની પરપ્રાંતીય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં પડેલી ઝેરી દવા
પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતીને પોતાના
માવતરે આટો દેવા દેવું હતું. પરંતુ હાલમાં ખેતીવાડીનું કામ હોવાથી અત્યારે જવા
દેવાની પતિ અને સાસુએ ના પાડતાં માઠું લાગવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું
જાહેર થયું છે.
મધ્યપ્રદેશ રાજ્યના ધાર વિસ્તારનાં મૂળ રહીશ અને હાલ
કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને એક
આસામીની વાડીમાં મજૂરી કામ કરતા બહાદુરભાઈ કેલસીંગ આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાને
વાડીમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના
પત્ની મટુબેન બહાદુરભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.