દહેજમાં 5 લાખ રોકડા અને થાર જીપની માંગણી કરી ત્રાસ ગુજારતા પરિણીતાનો આપઘાત

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
દહેજમાં 5 લાખ રોકડા અને થાર જીપની માંગણી કરી ત્રાસ ગુજારતા પરિણીતાનો આપઘાત 1 - image


Image Source: Twitter

- લગ્નના બે વર્ષમાંજ આપઘાત અંગે પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ

વડોદરા, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

દહેજમાં રૂપિયા પાંચ લાખ રોકડા અને મહિન્દ્રા થાર જીપની પતિ અને સાસરીયાઓએ માગણી કરી ત્રાસ ગુજારતા બિહારની પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.

બિહારના ગોપાલગજ જિલ્લામાં બરોલી તાલુકાના સિસઈ ગામે રહેતા પીન્ટુ પરશુરામ પ્રસાદે વરણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી મોટી પુત્રી અંશુકુમારીનું લગ્ન જુલાઈ 2021માં અમારા ગામની નજીક રહેતા મનીષ રામાશંકર પ્રસાદ સાથે ધૂમધામથી કર્યું હતું. મારી પુત્રીના સસરા 25 વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયા હોવાથી મારી પુત્રી તેના પતિ સાથે વડોદરા નજીક ઇંટોલા ગામે કૃષ્ણ કૃપા સોસાયટીમાં રહેવા માટે આવી હતી હું પુત્રીને મળવા જતો ત્યારે તે મને કહેતી હતી કે પતિ તેમજ સાસરિયાઓ લગ્નમાં કશું લાવી નથી પાંચ લાખ રોકડા અને મહિન્દ્રા થાર ગાડી લઈ આવ એમ કહીને મારઝુંડ કરે છે જોકે હું પુત્રીને હિંમત આપીને પરત જતો રહેતો હતો મારી પત્નીને પણ જ્યારે તે ફોન કરતી ત્યારે ત્રાસ અંગે જણાવતી હતી આ ઉપરાંત મારી પુત્રીને સંતાન ન થતાં વાંઝણી છે તેમ કહી ઘરમાંથી કાઢી મુકતા હતા. તારીખ 4 ના રોજ સાંજે મારી પુત્રીએ ઇટોલા ખાતેના તેના મકાનમાં ઓઢણીથી પંખા પર લટકીને ગળા ફાંસો ખાઈ જીવંત ટૂંકાવ્યું હતું જેની જાણ મને થતા હું મારા વતનથી દોડી આવ્યો હતો વરણામાં પોલીસે અંશુ કુમારીના મોત અંગે તેના પતિ મનિષ શંકર કાકા સસરા હરીશંકર અને લાલ મુન્ની દેવી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News