વરાછામાં અલગ થવાના ડરના લીધે પરિણીત પ્રેમી પંખીડાનો આપઘાત
- કતારગામમાં રહેતો એક સંતાન પિતા અને નજીકમાં રહેતી એક સંતાનની માતા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો
સુરત :
કતારગામમાં રહેતા પરિણીત યુવાન અને પરિણીત મહિલાએ પ્રેમ પ્રકરણમાં એક સાથે હાથ બાંધી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જોકે બંને જણા અગલ થઇ જવાના ડરના લીધે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.
સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ કતારગામમાં જપ્તી ફળિયામાં નજીક રહેતો ૩૬ વર્ષીય પ્રતિક ચૌહાણ અને કતારગામમાં રહેતી ૩૦ વર્ષીય પરણીતા મહિલા રવિવારે સાંજે ઉત્રાણ રેલવે ઓવારા બ્રિજ તાપી નદીના કિનારે એકબીજાના હાથ બાંધી નદી કિનારે મૃતહાલતમાં મળી આવ્યા હતા. કોલ મળતા ફાયર જવાનું ત્યાં પહોંચી નદીમાંથી બંને પ્રેમી પંખીડાને બહાર કાઢીને પોલીસને સોંપી હતા બાદમાં પોલીસ એ કાર્યવાહી કરી બંનેના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પોલીસે કહ્યુ કે એક સંતાન ધરાવતો પ્રતિકની એક વર્ષ પહેલા તેના ઘર નજીકમાં રહેતી એક સંતાનની માતા સાથે આંખ મળી ગઇ હતી. જોકે બંને જણા બે વખત ભાગી ગયા હતા. બાદમાં પરત ઘરે આવ્યા હતા. આવા સંજોગોમાં બંનેના પરિવારના સભ્યોએ પ્રેમ સંબંધ નહી રાખવા અંગે બંનેને સજાવતા હતા. જોકે પ્રેમી પંખીડાઓ ચાર દિવસ પહેલા તેઓ ઘરેથી નીકળી ગયા બાદમાં અલગ થઇ જવાનો ડર હોવાથી બંનેએ નદીમાં કુદી આત્મહત્યા કરી હોવાની સકયતા પોલીસે દર્શાવી હતી. જયારે મહિલા મુળ મહેસાગરની વતની હતી. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.