જામનગરમાંથી પરિણીત યુવતી પોતાના એક વર્ષના પુત્ર સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા
Jamnagar : જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતિ પોતાના એક વર્ષના પુત્ર સાથે એકાએક લાપતા બની જતાં પરિવારમાં ચિંતા પ્રસરી છે, અને પોલીસમાં નોંધ કરાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક હાપા વિસ્તારમાં રહેતી ભારતીબેન હિતેશભાઈ ડાભી નામની પરિણીત યુવતી પોતાના એક વર્ષના પુત્ર ધ્રુમિલ સાથે પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ ગઈ હતી, તેની અનેક સ્થળે શોધવા છતાં તેણીનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો, તેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી.
આ બનાવ અંગે ભારતીબેનના પતિ હિતેશભાઈ ડાભી એ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પત્ની અને પુત્ર ગુમ થયા અંગેની ગુમ નોંધ કરાવી છે. જેને પોલીસ તંત્ર પણ શોધી રહ્યું છે.