Get The App

ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણૂકમાં "મારો તે સારો" સૂત્ર સાર્થક: ચર્ચાસ્પદ કાર્યકર્તાઓની નિમણૂકથી વિવાદ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણૂકમાં "મારો તે સારો" સૂત્ર સાર્થક: ચર્ચાસ્પદ કાર્યકર્તાઓની નિમણૂકથી વિવાદ 1 - image


વડોદરા શહેર ભાજપના વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત થતા ભાજપમાં ચાલતી ભાંજગડમાં પોતાના માનિતા કાર્યકર્તાઓને નિમણૂક આપવામાં સંગઠન અને ધારાસભ્યો સફળ રહ્યા છે કેટલાક કિસ્સાઓમાં ધારાસભ્યોનો હાથ સંગઠન કરતા વધુ ઉપર રહેતા ફરી એકવાર સંગઠન સર્વોપરીના  સ્થાને ધારાસભ્યો સર્વોપરી હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચા રહ્યું છે. 

ભાજપમાં સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ચાલતી જૂથબંધી વોર્ડ પ્રમુખો અને બુથ પ્રમુખો ની નિમણૂક માટે આવેલા બે નિરીક્ષકો સમક્ષ જ ફરી એકવાર જાહેર થઈ હતી અને નિરીક્ષકોની હાજરીમાં જ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને સામને આવી ગયા હતા. ત્યારે પોતાના માનીતા કાર્યકર્તાઓને વોર્ડ પ્રમુખ બનાવવાની જીદ જાહેરમાં બહાર આવી હતી આખરે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ત્રણ નામોની યાદી બનાવીને નિરીક્ષકોને આપવામાં આવી હતી.ત્યારબાદ આજે નામોની જાહેરાત થતા "મારો તે સારો" તે સૂત્રના આધારે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના માનનીતા કાર્યકર્તાઓ ને વોટ પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો છે જેમાં કેટલાક વોર્ડમાં ચૂંટાયેલા ધારાસભ્યો ના નામો વધુ મુકાયા હોવાનું કાર્યકરોમાં ચર્ચા રહ્યું છે ત્યારે કેટલાક વોર્ડમાં તો અગાઉ અગાઉ વિવાદમાં આવ્યા હોય કે જ અથવા તેની સામે પોલીસ ફરિયાદ થઇ હોય તેવા કાર્યકર્તાઓને પણ વોર્ડ પ્રમુખ બનાવવામાં આવ્યા છે જેથી ભાજપના સન્નીષ્ઠ કાર્યકર્તાઓની બાદબાકી થઈ હોવાનું પણ કાર્યકર્તાઓમાં ચર્ચા રહ્યું છે.


Google NewsGoogle News