તરસાલીમાં મકાનના કમ્પાઉન્ડમાં ગાંજો રોપનાર ઝડપાયો, ત્રણ કિલોના ત્રણ છોડ કબજે

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
તરસાલીમાં મકાનના કમ્પાઉન્ડમાં ગાંજો રોપનાર ઝડપાયો, ત્રણ કિલોના ત્રણ છોડ કબજે 1 - image


વડોદરાના તરસાલી વિસ્તારમાં મકાનના કમ્પાઉન્ડમાં ગાંજો વાવનાર શખ્સને એસોજીનીટી ઝડપી પાડી નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

તરસાલીના નિત્યાનંદ પાર્કમાં એક મકાનમાં ગાંજાના છોડ ઉછેરવામાં આવી રહ્યા હોવાની વિગતોને પગલે એસ ઓ જી ના પી.આઇ અને ટીમે ગઈકાલે દરોડો પાડયો હતો. પોલીસને ઉપરોક્ત સ્થળેથી 3 કિલો વજનના કુલ 3 છોડ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ 30 હજાર જેટલી થાય છે.

જેથી ઉપરોક્ત મકાનમાં ભાડેથી રહેતા મનીષ નાગરભાઈ પટેલ (મૂળ રહે સામેત્રા ગામ, બહુચરાજી રોડ, મહેસાણા) ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ મુદ્દે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News