Get The App

અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરો ખાળીયામાં ખાબકી, 20 લોકોને ઈજા, આઠ ગંભીર

Updated: Feb 18th, 2025

GS TEAM


Google News
Google News
અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરો ખાળીયામાં ખાબકી, 20 લોકોને ઈજા, આઠ ગંભીર 1 - image


Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર બોલેરોને અકસ્માત નડ્યો છે. ખાંભા-ઉના રોડ પર ખડાધાર નજીક બોલેરો રોંગ સાઈડમાં ઉતરી જતાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8 લોકો ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ખાંભા તાલુકાના રબારીકા ગામેથી દેવીપૂજક પરિવાર સહિતના લોકો સગાઈના પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ખડાધાર ગામ નજીક અચાનક બોલેરો રોંગ સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. બોલેરોમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.


Tags :