મહાશિવરાત્રિના પર્વે ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, નાગા સાધુઓની નીકળશે રવાડી
Mahashivratri, Bhavnath Temple in Junagadh : મહાશિવરાત્રિનો તહેવાર સમગ્ર ભારતમાં ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના જૂનાગઢ ખાતે દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન પાંચ દિવસ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે મહાશિવરાત્રિ દરમિયાન જૂનાગઢ ખાતે દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મેળાના પહેલા દિવસે બે લાખથી શ્રદ્ધાળુ આવ્યા હતા. જૂનાગઢના ભવનાથમાં લગભગ 150 વર્ષથી શિવરાત્રિની રાત્રે નાગાસાધુ, અઘોરી અને વિવિધ અખાડા દ્વારા નિકળતી રવેડી યાત્રાનું પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્ત્વ રહેલુ છે.
નાગા સાધુઓની નીકળશે રવાડી
જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિના પર્વે પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે. આયોજિત પાંચ દિવસના મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. મહાશિવરાત્રિની રાત્રે અખાડાઓ સાથે અઘોરીઓ, નાગાસાધુઓ, સંતો દ્વારા ધ્વજારોહણ પછી નિકળતી યાત્રાને રવેડી કે રવાડી યાત્રા કહેવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રિએ નાગાબાવાઓ દ્વારા મૃગીકુંડ તરફ શિવયાત્રાનો શુભારંભ થાય છે, જે ભારતી આશ્રમથી ભવનાથ મહાદેવ મંદિર સુધી જાય છે.
રવાડી યાત્રામાં આખા ભારતભરમાંથી નાગાબાવા, અઘોરી અને બીજા અનેક સંપ્રદાયના સાધુ-સંતો ઉત્સાહપૂર્વક જોડાય છે. જૂના અખાડા, ત્રિપન્દશનામ, ત્રિપન્દશનામ જૂના અખાડા, ત્રિપન્થ અખાડા, આવહાન અખાડા, ત્રિ-અગ્નિ અખાડા વગેરે અખાડાની રવાડી નિકળતી હોય છે. આ દરમિયાન મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ રવાડીને નીહાળવા માટે એકઠા થઈ જાય છે.
આ પણ વાંચો: જૂનાગઢના મૃગીકુંડમાં આજે ભગવાન શિવ કરશે સ્નાન, નાગાસાધુઓ-અખાડાઓ સાથે નીકળશે રવેડી યાત્રા
મહાશિવરાત્રિના પાવન પર્વ પર આજે 26 ફેબ્રુઆરીએ ભવનાથ મહાદેવને 51 કિલોગ્રામ ફૂલો અને 125 કિલોગ્રામ ફળફળાદીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના 12 વાગ્યે મહાઆરતી કરાશે. આ પછી શાહીસ્નાન બાદ ભવનાથના મેળાની પૂર્ણાહૂતિ કરાશે. જ્યારે મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.