Get The App

પાલિકાના સબ ફાયર ઓફિસરની લાયકાત માટેના સ્પોન્સર લેટર સામે અનેક ફરિયાદ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
પાલિકાના સબ ફાયર ઓફિસરની લાયકાત માટેના સ્પોન્સર લેટર સામે અનેક ફરિયાદ 1 - image


સુરત મહાનગરપાલિકાના સબ ફાયર ઓફિસર લાયકાત માટે નાગપુરની નેશનલ કોલેજïના ડિગ્રી સર્ટિફિકેટ માટેનાï સ્પોન્સર લેટરનો આગ્રહ રાખવામા આવે છે. પરંતુ તેનું ક્રોસ વેરિફિકેશન થતું નથી તેથી મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ બહાર આવી છે. હાલમાં જ અમદાવાદમાં જે કૌભાંડ પકડાયું હતું તેવી રીતે જો તપાસ કરવામા આવે તો આ કિસ્સામાં સુરતમાં પણ મોટું કૌભાંડ બહાર આવે અને બોગસ પ્રમાણ પત્ર સાથેના કેટલાક અધિકારીઓ ઘરે બેસી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાના ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસર ની વિવિધ કેટેગરી માટેની 25 બેઠક માટે 27 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારો જ ક્રાઈટેરિયા પ્રમાણે ક્વોલિફાઈ થયા હતા. તેમની ફીજીકલ ટેક્સ પણ લેવામા આવી છે અને આગામી દિવસોમાં તેમને નિમણુંક પત્ર પણ મળી શકે તેમ છે. જ્યારે બાકી રહેલી જગ્યા માટે ફરીથી અરજી મંગાવવા માટે કવાયત ઉબી થઈ છે. જોકે, આ ભરતી માટે પાલિકા દ્વારા નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજનો પ્રમાણપત્ર મેળવવાïનો આગ્રહ રાખવામાં આવે છે. તેના કારણે વિવાદ ઉભો થયો છે.

હાલમાં જ અમદાવાદ પાલિકા દ્વારા નાગપુરની કોલેજની ડિગ્રી માટે બોગસ સ્પોન્સરશીપ લેટર મેળવનાર 9 જિવિઝનલ ઓફિસરૉને સબ સ્ટેશન ઓફિસરોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ માટે અઢી વર્ષ પૂર્વે મળેલી ફરિયાદïને આધારે પૂર્વ મનપા કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ મૂકવામાં આવી હતી. વિજિલન્સ તપાસમાં નોકરીïમાંથી હાંકી કઢાયેલ અધિકારીï-કર્મચારીઅો દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ માં બોગસ સ્પોન્સરશીપ ના આધારે ડિગ્રી મેળવી હોવાનું બહાર આવ્યું હતું. આવી જ રીતે સુરત પાલિકા દ્વારા પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજની ડિગ્રીનો સમાવેશï નિયત લાયકાતમાં કરવામાં આવ્યો છે.

જેના કારણે હવે અમદાવાદની જેમ સુરત પાલિકામાં પણ ભૂતકાળમાં આ અંગેની બોગસ સ્પોન્સરશીપ મારફતે ડિગ્રી મેળવી હોવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ કોઈ તપાસ કરવામાં આવી ન હતી,. આ ઉપરાંત હાલમાં પાલિકામા અરજી કરનારા ક્વોલિફાઈ થયેલા ૧૮ સબ ફાયર ઓફિસરની મેરિટ યાદીïમાં વિભાગ દ્વારા આ ઉમેદવારોઍ રજૂ કરેલ ડિગ્રી માટે ઉપયોગમાં લેવાયેલ બોગસ સ્પોન્સરશીપ લેટર ની ખરાઈ કરવામાં આવી નથી તેવી વિગતો બહાર આવી છે. 

જેના કારણે એવી પણ એક વાત શરુ થઈ છે કે જો અમદાવાદની જેમ સુરત પાલિકા દ્વારા પણ જો સબ ફાયર અોફિસરો દ્વારા ભૂતકાળમાં રજૂ કરવામાં આવેલ ડિગ્રી માટેના સ્પોન્સર લેટરોïની ખરાઈ કરવામાં આવે તો સુરતમાં પણ અનેક ફાયર વિભાગના અધિકારીઓને ખોટા સર્ટી માટે ઘરે બેસવાનો વારો આવી શકે તેમ છે. સુરત પાલિકાના અતિ મહત્વના એવા ફાયર વિભાગમાં નોકરી માટેની જે પુરાવાની જરુર છે તેવા પુરાવા બોગસ હોવાની ફરિયાદ પાલિકામાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય ફરિયાદ હોય તો સામાન્ય કર્મચારીઓ સામે તરત જ વિજીલન્સ તપાસ મુકી દેવામા આવે છે. પરંતુ આવા ગંભીર આક્ષેપ બાદ હજુ સુધી આ મુદ્દે કોઈ તપાસ સોંપવામા આવી નથી. આવી ગંભીર ફરિયાદ બાદ મ્યુનિ. કમિશઅનર આ સર્ટીફીકેટ માટે ક્રોસ વેરીફીકેશન કરાવે છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. અને જો આ મુદ્દે તટસ્થ તપાસ કરાવવામા આવે તો અમદાવાદની જેમ સુરતમાં પણ મોટું ભોપાળું બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.


Google NewsGoogle News