Get The App

ફેબ્રિકની વોશીંગ પ્રોસેસમાં ઓઝોન વાયુના ઉપયોગ અંગે રિસર્ચ માટે મંત્રાને ગ્રાન્ટ મળી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ફેબ્રિકની વોશીંગ પ્રોસેસમાં ઓઝોન વાયુના ઉપયોગ અંગે રિસર્ચ માટે મંત્રાને ગ્રાન્ટ મળી 1 - image


સુરત

પ્રિન્ટેડ પોલિએસ્ટર ફેબ્રિક્સની વોશિંગ પ્રોસેસમાં ઓઝોન વાયુના ઉપયોગને લગતી રિસર્ચ માટે મંત્રાને રુ. 10.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. ગ્રાન્ટ ગુજરાત સરકારના મેમ્બર સેક્રેટરી અને જો. ટેકનિકલ એડવાઈઝર દ્વારા આપવામાં આવી છે.

આ રિસર્ચ માટે ભારત સરકાર તરફથી પેટન્ટ પણ મળી છે, એમ ડાયરેક્ટર ડો. પંકજ ગાંધીએ જણાવ્યું હતું. પ્રિન્ટેડ પોલિએસ્ટર ફેબ્રિક્સના વોશિંગમાં વધુ પ્રમાણમાં કોસ્ટીક સોડા, હાઇડ્રો, પાણી અને ઉર્જાની જરૃર પડે છે. આ પ્રોજેકટ ઉપર મંત્રાના વૈજ્ઞાનિકો હાલમાં કામ કરી રહ્યાં છે.

પ્રિન્ટેડ પોલિએસ્ટર ફેબ્રિક્સના વોશિંગ માટે ટેક્સટાઇલ ડાઇંગ-પ્રિન્ટીગ ઇંડસ્ટ્રીજને આ પ્રોજેક્ટથી ઘણો ફાયદો થઈ શકે છે. વોશિંગ માટેની મશીન ડિઝાઇન મંત્રા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રિસર્ચથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એફ્ફુઇલન્ટ ટ્રીટમેન્ટને તથા પર્યાવરણને લગતા મોટેભાગના પ્રશ્નો હલ કરવામાં સરળતા રહેશે.

 


Google NewsGoogle News